32.6 C
Surat
Reg. License No. 20/22
રવિવાર, જૂન 1, 2025
32.6 C
Surat
રવિવાર, જૂન 1, 2025
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
HomeગુજરાતમહેસાણાMahesana: સ્ટેટ મોનિટરિંગ સેલે MD ડ્રગ્સ સાથે 3 લોકોને ઝડપી લીધા

Mahesana: સ્ટેટ મોનિટરિંગ સેલે MD ડ્રગ્સ સાથે 3 લોકોને ઝડપી લીધા


આજે યુવાનો અને યુવતીઓમાં અસામાજિક તત્વો દ્વારા ડ્રગ્સનું દૂષણ ફેલાવાઈ રહ્યું છે. જેના લીધે યુવાધન ગેરમાર્ગે દોરી જઈને ડ્રગ્સ અને દારુની લતના આદિ બની જાય છે. જેથી તેમનું જીવન પણ બરબાદ થઈ જાય છે. વિદેશમાંથી મોટા ડ્રગ્સ માફિયાઓ ડ્રગ્સ મંગાવતા હોય છે. જે દાણચોરીના માધ્યમથી સમુદ્ર વાટે કે એરપોર્ટ પર દાણચોરી કરાવવમાં આવતી હોય છે. જેનાથી યુવાનોનું જીવન તો બરબાદ થાય છે. તેમના પરિજનોનું જીવન પણ બરબાદ થતું હોય છે.
મહેસાણામાંથી ડ્રગ્સ ઝડપાયું
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ મહેસાણામાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે એમડી ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું. ટીમને મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં આવેલા શોભાસણ બ્રિજ પાસેથી આ ડ્રગ્સ ઝડપી લીધું હતું. સ્ટેટ મોનિટરિંગની ટીમને શોભાસણ બ્રિજ પાસેથી 3 લોકો જે શંકાસ્પદ જણાતા તેમની તપાસ કરી હતી. જેમાં સ્ટેટ મોનિટરિંગ સેલને આ 3 લોકો પાસેથી કુલ 9 લાખ 80 હજારની કિમતનો 98 ગ્રામ md ડ્રગ્સનો જથ્થો ઝડપી લીધો હતો. 3 આરોપીઓ પાસેથી 9 લાખ 80 હજારનો ડ્રગ્સનો જથ્થો ઝડપાતા સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે કાર્યવાહી હાથ ધરી હતી.
કુલ 9 લાખની કિંમતનું ડ્રગ્સ
ડ્રગ્સ વિક્રેતા યુવાનોને હેરોઈન, મારીજુઆના,ચરસ કોકેઈન સપ્લાય કરીને તેમને તેના લતે ચડાવી દેતા હોય છે. દેશમાં આજે પણ મોટા પ્રમાણમાં ગેરકાયદેસર ડ્રગ્સનો જથ્થો ઝડપાતો હોય છે. કેટલાક ડ્રગ્સ વિક્રેતાઓ પાકિસ્તાન અને બીજા દેશોમાંથી મોંઘા ડ્રગ્સ મંગાવે છે. તો મહેસાણામાંથી પણ MD ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. આજે દેશમાં મોટા પાયે આ ડ્રગ્સ માફિયાઓનું નેટવર્ક આવેલું છે. જેમાં તેઓ યુવાનો અને યુવતીઓને ખોટા રવાડે ચડાવીને તેમને બરબાદ કરવાનું કામ કરી રહ્યા છે. જેની સામે પોલીસ કાર્યવાહી કરીને તેમને ઝડપી લઈને કાર્યવાહી કરે છે. મહેસાણામાંથી કુલ 9 લાખની કિંમતનું ડ્રગ્સ સ્ટેટ મોનેટરિંગ સેલે ઝડપ્યો હતો.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય