દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન પર સર્જાયેલા અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન પગલે ગુજરાતના મોટા ભાગના જિલ્લામાં હવામાનમાં પલટો જોવા મળી રહયો છે.તો તેની સૌથી વધારે અસર ઉત્તર ગુજરાતમાં થઈ હતી.ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લામાં પણ બે દિવસથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો.તો જિલ્લાના વિજાપુર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં મોડી રાત્રીએ કમોસમી માવઠું થયુ હતુ.માવઠા બાદ વિજાપુર પંથક સહિત જિલ્લામાં ઠંડીમાં વધારો થયો હતો.તો માવઠા પગલે બદલાયેલ વાતાવરણથી રવિ સિઝનના પાકોને નુકશાનની ભીતિ ખેડૂત આલમમાં સેવાઇ હતી.
મહેસાણાના વિજાપુર પંથકમાં ગુરુવાર મોડી રાત્રે માવઠું થયુ હતુ. વરસાદ બાદ તાપમાનમાં ઘટાડો નોંધાતા કાતિલ ઠંડીનુ મોજું પણ ફરી વળ્યું હતુ.તો બે દિવસથી મહેસાણા જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો.જેની અસર શુક્રવારે પણ જોવા મળી હતી.જિલ્લામાં વહેલી સવારથી ધુમ્મસ છવાયેલું રહ્યું હતું.જેને પગલે હાઇવે પર વિજિબિલિટી ઘટતા વાહન ચાલકોને વાહન હંકારવામાં મુશ્કેલી પડી હતી.તો બદલાયેલા વાતાવરણથી જિલ્લાના તાપમાનમાં ભારે ઘટાડો નોંધાયો હતો.
જેને લઈ જિલ્લામાં સવારથી કાતિલ ઠંડી અનુભવાઈ હતી.તો ઠંડી પગલે વહેલી સવારે લોકોએ બિન જરૂરી ઘરની બહાર જવાનું ટાળ્યું હતુ.હવામાન વિભાગ દ્વારા 24 કલાક દરમિયાન પણ માવઠાની સંભાવના સેવાઇ છે.ત્યારે મહેસાણાનું લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી નોંધાયું હતું.લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી નોંધાતા લોકો ઠંડીમાં ઠૂઠવાયા હતા.
વિજાપુરમાં માવઠા બાદ ઠંડીનો ચમકારો
મહેસાણા જિલ્લાના વિજાપુર શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં ગુરુવાર મોડી રાત્રે વાતાવરણમાં પલટા સાથે કમોસમી માવઠું થયુ હતુ.માવઠા પગલે પંથકના ખેડૂતોના જીવ તાળવે ચોંટયા હતા.તો માવઠા બાદ પથકમાં વહેલી સવારથી કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું હતું.જેને લઈ નાના ભૂલકાં,સિનિયર સીટીઝન સહિત બીમાર દર્દીઓ ભારે પરેશાન થયા હતા.
24 કલાક દરમિયાન મેઘ ગર્જના સાથે ભારે વરસાદની શક્યતા
હવામાન વિભાગની આગાહી અનુસાર જિલ્લામા વાતાવરણમાં પલટો અનુભવાયો હતો.તો વિજાપુર પંથકમાં રાત્રિના સમયે માવઠું થયું હતું.ત્યારે હવામાન વિભાગ દ્વારા જિલ્લામાં પલટાયેલા વાતાવરણની અસર પગલે આગામી 24 કલાક દરમિયાન જિલ્લાના કેટલાક ભાગોમાં મેઘ ગર્જના સાથે કમોસમી વરસાદની શક્યતા સેવાઇ છે.
મહેસાણા શહેર સહિત જિલ્લામાં ધુમ્મસ છવાયું
મહેસાણા શહેર સહિત જિલ્લામાં ભરમા વાદળછાયા વાતાવરણ સાથે ધુમ્મસ છવાયું હતું.શહેરી માર્ગો સહિત હાઇવે પર ધુમ્મસથી વિજિબિલિટીમા ઘટાડો થતાં વાહન ચાલકો ભારે પરેશાન બન્યા હતા.તો વિજિબિલિટી ઘટતા હાઇવે પર અકસ્માત ના સર્જાય તે માટે સવારના સમયે વાહનચાલકોએ વાહનોની હેડ લાઇટ ચાલુ રાખી વાહનો હંકાર્યા હતા.
સાઈક્લોનિક સર્ક્યુલેશનની અસર મહેસાણામાં જોવા મળી
દક્ષિણ પશ્ચિમ રાજસ્થાનના આકાશ પર એર સર્ક્યુલેશન સર્જાયું છે.તો તેની અસર પાડોશી રાજ્ય ગુજરાતમાં જોવા મળી હતી.તો ઉત્તર ગુજરાતમા માવઠા સ્વરૂપે તેની અસર વર્તાઇ હતી.તો મહેસાણા જિલ્લામાં પણ રાજસ્થાન પર સર્જાયેલ એર સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર અનુભવાઈ હતી.જેમાં વહેલી સવારથી જિલ્લામાં વાદળછાયુ વાતાવરણ સાથે તાપમાન પારો ગગડતા કાતિલ ઠંડી અનુભવાઈ હતી.