27 C
Surat
Reg. License No. 20/22
મંગળવાર, જુલાઇ 1, 2025
27 C
Surat
મંગળવાર, જુલાઇ 1, 2025
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
HomeગુજરાતમહેસાણાMAHESANA: કડી અંડરપાસમાં ડૂબવાથી 1નું મોત, લોકોએ આંદોલન કરીને આપ્યું આવેદન

MAHESANA: કડી અંડરપાસમાં ડૂબવાથી 1નું મોત, લોકોએ આંદોલન કરીને આપ્યું આવેદન


મહેસાણામાં આવેલ કડી અંડરપાસમાં વરસાદના સમયે પાણી ભરાઈ જવાથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. વરસાદના સમયે વાહનચાલકો તો ઠીક પરંતુ રાહદારીઓ પણ હેરાન થતા હોય છે. ઘણા લોકો પણ તેના લીધે જીવ પણ ગુમાવતા હોય છે. તેવી જ એક ઘટના કડીમાં બની હતી. જેમાં 1 વ્યક્તિ મોતને ભેટ્યો હતો.

બિસ્માર અંડરપાસના લીધે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ કડી અંડર પાસમાં ડૂબી જવાથી એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. અંડર પાસમાં ડૂબવાથી મોત મુદ્દે કડી તાલુકા જન આંદોલન સમિતિએ આંદોલન છેડ્યું હતું. લોકોએ આંદોલન કરીને પોતાની સમસ્યા ચીફ ઓફિસરને જણાવી હતી અને આ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે કહ્યું હતું,

લોકોએ જન આંદોલન કર્યું

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ કડીમાં અંડર પાસમાં એક વ્યક્તિનું ડૂબાઈ જવાથી મોત થયું હતું. તો અંડરપાસમાં 2 ઈંચ વરસાદ પડ્યો તો તેમાં વરસાદી પાણી ભરાઈ ગયું હતું. જેથી પાણી ભરાઈ જવાથી નગરજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. કડીના લોકો છેલ્લા ઘણા સમયથી આ સમસ્યાનો સામનો કરે છે. તોપણ લોકોની રજૂઆત છતાં આજદિન સુધી સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી. તો નાછૂટકે કડીના લોકોએ આંદોલનનો માર્ગ અપનાવ્યો હતો. અંડરપાસમાં મોત બાદ લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો.

ચીફ ઓફિસરને આવેદન આપ્યું

કડીના નાગરિકોએ કંટાળીને જનઆંદોલન કર્યું હતું. સામાજિક કાર્યકર રમેશ પટેલે ચીફ ઓફિસરને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું.આ આવેદનપત્રમાં 5 જેટલી લેખિત માંગણીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જે આ મુજબ છે (1)કડીમાં 3 અંડરપાસમાં પંપ લગાવવા. (2) કડી થોળ રોડ અંડરપાસ ઉપર હંગામી ફાટક મૂકવું. (3) સ્કૂલ સમય દરમ્યાન ભારે વાહનોની શહેરમાં પ્રવેશબંધી (4) સેવા સદન અને કડી થોળ રોડ પર અંડર પાસ ઉપર ઓવર બ્રિજ બનાવવો. (5) કડી પાલિકા હદના તમામ બિસ્માર રોડ રિપેર કરવા માંગણી કરાઈ.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય