21.1 C
Surat
Reg. License No. 20/22
શુક્રવાર, નવેમ્બર 22, 2024
21.1 C
Surat
શુક્રવાર, નવેમ્બર 22, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
HomeદેશMaharashtra: એવા બનો જે તમે દુનિયામાં જોવા માગો છે, બોલ્યા મોહન ભાગવત

Maharashtra: એવા બનો જે તમે દુનિયામાં જોવા માગો છે, બોલ્યા મોહન ભાગવત


આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે બુધવારે કહ્યું કે ભારતની પાસે દુનિયાની સમસ્યાઓનો જવાબ છે. તેમણે કહ્યું કે દેશની પ્રાચીન પરંપરા મજબૂતીથી વિવિધતા અને કોઇને પણ અવગણવા નહી તે ભાવમાં વિશ્વાસ ધરાવે છે.

આરએસએસના વિચારક પંડિત દીનદયાળ ઉપાધ્યાય પર દયાશંકર તિવારી મૌને લખેલા પુસ્તકનું વિમોચન કરવા માટે નાગપુરમાં એક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મોહન ભાગવતે સંબોધન કરતા જણાવ્યું કે જ્યારે ભારતનો ઉદય થશે, ત્યારે ડગમગતું વિશ્વ તેનો રસ્તો શોધી લેશે.

આપણે કોઇને નકાર્યા નથી

સંઘ પ્રમુખે વધુમાં કહ્યું કે છેલ્લા 2,000 વર્ષોમાં કરવામાં આવેલા જીવન સંબંધિત પ્રયોગો લોકોના જીવનમાં સુખ અને શાંતિ લાવવામાં નિષ્ફળ રહ્યા છે. તેમણે કહ્યું કે વિશ્વભરના ચિંતકો માને છે કે ભૌતિકવાદી વિકાસ તેની ટોચ પર છે અને તે માનવતાને વિનાશ તરફ લઈ જઈ રહ્યો છે. તેમણે સાથે જ કહ્યું કે આનો જવાબ આપણી પરંપરામાં છે, કારણ કે આપણે બધી વિવિધતાને સ્વીકારતા આવ્યા છીએ. કોઈને નકાર્યા નથી અને બધાને સ્વીકાર્યા છે.

વિશ્વ એક જ છે 

મોહન ભાગવતે કહ્યું કે ભારતના પ્રાચીન ઋષિઓ સ્પષ્ટપણે સમજી ગયા હતા કે વિશ્વ વાસ્તવમાં એક છે. પરંતુ આપણે વિશ્વને એક બનાવવા માટે બળજબરીથી પ્રયાસ કરી રહ્યા છીએ. વધુમાં તેમણે જણાવ્યું કે વિવિધતાને દૂર કરીને એક બનવું એ આગળ વધવાનો માર્ગ નથી. વિવિધતામાં રહેવા છતાં આપણે એક છીએ તે સમજવું જોઈએ. વિવિધતા એક મર્યાદા સુધી પહોંચે છે જેના પછી એકતા આવી જાય છે.

વૈશ્વિક સમુદાયોની સમસ્યાનો ઉકેલ લાવવામાં ભારત સક્ષમ

મહાત્મા ગાંધીને ટાંકીને આરએસએસના વડાએ કહ્યું તમે વિશ્વમાં જે પરિવર્તન જોવા માંગો છો તે બનો. તમે વિશ્વમાં જે જોવા માંગો છો તે બનો તેમણે કહ્યું કે ભારતમાં વૈશ્વિક સમુદાય દ્વારા સામનો કરવામાં આવતી સમસ્યાઓનો ઉકેલ લાવવાની ક્ષમતા છે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય