23 C
Surat
Reg. License No. 20/22
બુધવાર, ફેબ્રુવારી 5, 2025
23 C
Surat
બુધવાર, ફેબ્રુવારી 5, 2025
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
HomeગુજરાતBhavnagarના લાકડીયા ગામમાં આવેલ ડુંગર સુધી સિંહ પહોંચ્યા, પશુનું કર્યુ મારણ

Bhavnagarના લાકડીયા ગામમાં આવેલ ડુંગર સુધી સિંહ પહોંચ્યા, પશુનું કર્યુ મારણ


ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાનાં લાકડીયા ગામમાં આવેલ ડુંગર સુધી સિંહનાં અટાફેરા વધતા ખેડૂતોઓમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. આ વિસ્તારમાં 3 થી 4 સિંહો ગામની સીમમાં જોવા મળી રહ્યા છે તેવો આક્ષેપ સ્થાનિકોનો છે. આ વિસ્તારમાં સિંહે ગઈકાલે જ એક પશુનું મરણ કર્યું છે જેને લઈ ખેડૂતોઓમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. લાકડીયા ગામનાં ડુંગરમાં ખેડૂતોઓ પોતાનાં પશુને લઈને ચરાવા માટે લઈ જતા હોય છે.

ગ્રામજનોને વન વિભાગ સુવિધા નહી આપતું હોવાનો આક્ષેપ

હવે દિવસોથી લાકડીયા ગામ સુધી સિંહનાં આટાફેર વધી જતા પશુપાલકો અને માલધારીઓમાં ભય ફેલાતા પોતાના પશુને ચરાવવા લઈને પણ જઈ શકતા નથી. હાલ સિંહ દ્વારા મારણ કરવામાં આવ્યું હોવાની જાણ ફોરેસ્ટ વિભાગને કરવામાં આવી છે. ઘટનાને લઈ ફોરેસ્ટ વિભાગ દ્વારા સિંહને ટ્રેક કરવાની કામગીરી હાથ ધરવામાં આવી. બીજી તરફ ગામ લોકોનો આક્ષેપ છે કે વન વિભાગ દ્વારા લાકડીયા ગામમાં એકપણ ખેડૂતને વન વિભાગ તરફ થી કોઈપણ સહાય આપવામાં આવતી નથી.

ગ્રામજનોમાં ફફડાટ

જેમાં કુંવા બાંધવા, ખેતરોમાં માટે મેડો, તેમજ તાર ફેંસિંગ જેવી અનેક યોજનાઓ આપવામાં આવતી નથી. ત્યારે ખેડૂતો માંગ કરી રહ્યા છે કે લાકડીયા ગામનાં ખેડૂતોને આ સહાય આપવામાં આવે. ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાનાં લાકડીયા ગામમાં સિંહોના અટાફેરા વધી જતા ખેડૂતોઓમાં ભયનો માહોલ સર્જાયો છે. છેલ્લા કેટલાક દિવસોથી આ વિસ્તારમાં સિંહોની ગતિવિધિઓ વધતી જોવા મળી છે. ગતકાલે જ સિંહે એક પશુને મારી નાખ્યું, જેને લઈને ખેડૂતોઓમાં ફફડાટ ફેલાયો છે.

સિંહને ટ્રેક કરવાની કામગીરી શરૂ

લાકડીયા ગામનાં ડુંગરમાં માલધારીઓ પોતાના પશુઓને ચરાવવા માટે લઈને જતા હોય છે, પરંતુ સિંહોના સતત આટાફેરાને કારણે હવે તેઓ આ કાર્ય કરવા માટે પણ ડરી રહ્યા છે. સિંહના હુમલાના ભયને કારણે માલધારીઓ પોતાના પશુઓને સુરક્ષિત રીતે ચરાવવા જવાની હિંમત કરી શકતા નથી. હાલની ઘટનાને ધ્યાનમાં રાખીને, ફોરેસ્ટ વિભાગને સિંહ મારણની જાણ કરવામાં આવી છે. ફોરેસ્ટ વિભાગ દ્વારા સિંહને ટ્રેક કરીને તેની ગતિવિધિઓ પર નજર રાખવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ પગલાં દ્વારા માનવ અને પશુઓને સુરક્ષિત કરવા માટે પૂરતું ધ્યાન રાખવામાં આવશે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય