રાજકોટમાં એક સપ્તાહ સુધી જન્મ-મરણના દાખલા નહીં નીકળે,ગાંધીનગરમાં સર્વર રિપેરિંગ બાદ નીકળશે જન્મ મરણના દાખલા,રાજકોટમાં મનપાની વ્યવસ્થાથી લોકો હેરાન થઈ ગયા હોવાની વાત સામે આવી છે.મનપામાં આજે પણ લાગી લાંબી લાઈનો તેમજ જન્મ-મરણના દાખલા કઢાવવા માટે લાઇનો લાગી છે,એક જ આધાર સેન્ટર હોવાથી લાગી લાઇનો.હાલાંકીને કારણે મહિલાઓ રડવા લાગી હતી.પ્રજાને હાલાંકી વચ્ચે તંત્ર અને સત્તાધીશો આરામમાં છે.
બોન્ડ બહાર પાડયા
ઈ.સ. 1973માં સ્થપાયેલ, અને 69 ચો.કિ.મી.એરિયામાંથી નવા વિસ્તારો ભળતા હાલ 161.86 ચો.કિ.મી.નો વિસ્તાર, 5.80 લાખ મિલ્કતો, અંદાજે 20 લાખની વસ્તી, વર્ષે રૂ।. 2000 કરોડથી વધુનું બજેટ અને રૂ. 1400 કરોડનો સરેરાશ આવક-ખર્ચ ધરાવતી રાજકોટ મહાનગર પાલિકા તેના 51 વર્ષના ઈતિહાસમાં પ્રથમવાર મુડી માટે બોન્ડ ઈસ્યુ કરી રહી છે. આજે મ્યુનિ.કમિશનર અને પદાધિકારીઓએ સંયુક્ત રીતે જણાવ્યા પ્રમાણે રાજકોટમાં શહેરી વિકાસની નીતિ અને નાણાકીય વ્યવસ્થામાં સુધારા કરવા માટે રૂ. 100 કરોડના બોન્ડ ઈસ્યુ કરવા સેબી અને સ્ટોક એક્સચેન્જ (એન.એસ.ઈ.)માં પ્લેસમેન્ટ માટે મેમોરેન્ડમ ફાઈલ કરવામાં આવેલ છે.
ન્યારી ડેમમાં પાણીનો જથ્થો ઓછો
રાજકોટનાં બંને મુખ્ય જળાશયો આજી અને ન્યારીમાં હાલ પૂરતો પાણીનો જથ્થો છે. પરંતુ દૈનિક માંગ જોતા આજીડેમનો જથ્થો જાન્યુઆરી અંત સુધીમાં તેમજ ન્યારી ડેમનો જથ્થો માર્ચ સુધીમાં ખૂટી જવાની શક્યતા છે. તેમજ જાન્યુઆરી બાદ નર્મદાની લાઇનનું મેન્ટેનન્સ માટેનું કામ કરવામાં આવનાર છે. જેને લઈ સાવચેતીનાં ભાગરૂપે અત્યારથી નર્મદાના નીર માટે રાજ્ય સરકાર સમક્ષ માંગ કરી લેવામાં આવી છે.