ખ્યાતિ હોસ્પિટલને લઈ ગાંધીનગર આરોગ્ય વિભાગ ખેડામાં પણ તપાસ કરશે,કેમકે ખેડામાં PMJAY હેઠળની 15 જેટલી હોસ્પિટલો આવેલી છે,છાશવારે ખેડા જિલ્લામાં કેમ્પના થતાં હતા આયોજન ત્યારે અત્યાર સુધીમાં કુલ 7905 ક્લેઈમ કરાયા છે.છેલ્લા 1 વર્ષમાં ખાનગી હોસ્પિટલોના 31 કરોડના ક્લેઈમ કરાયા છે,આરોગ્ય વિભાગની ટીમ ખેડા જિલ્લામાં પણ કરશે તપાસ.હોસ્પિટલો દ્વારા કઈ પ્રોસિજર કરી, કેટલો ટાઈમ લાગ્યો, ફરીથી રિપીટ કેટલા કેસિસ થયા છે બાબતે આરોગ્ય અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરાશે.
હજી ત્રણ આરોપીઓ ફરાર
ખ્યાતિકાંડ મુદ્દે પોલીસે 5 ફરાર આરોપીઓને પકડવામાં પોલીસને સફળતા મળી છે. ખ્યાતિકાંડને લઇ પોલીસે અલગ – અલગ ટીમો બનાવીને ઓપરેશન પાર પાડ્યું છે. ખ્યાતિ હોસ્પિટલના CEO ચિરાગ રાજપૂત ઝડપાયો છે. CEO રાહુલ જૈન, મિલિન્દ પટેલ, પ્રતિક ભટ્ટ, પંકિલ પટેલ સહિત કુલ 5ની ધરપકડ કરવામાં આવી છે. આણંદ આસપાસ ફાર્મ હાઉસમાં હોવાની માહિતી મળતા પોલીસે આ તમામ ફરાર 5 મોટા માથાઓને ઝડપી પાડ્યા છે.જો કે, ખ્યાતિ હોસ્પિટલના સર્જન ડૉ.સંજય પટોળિયા હજુ પણ ફરાર હોવાનું જાણવા મળ્યું છે. સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે, ડૉ.સંજય પટોળિયા આગોતરા જામીન માટે અરજી કરી ચૂક્યો છે. એટલું જ નહીં પરંતુ ડૉ. સંજય પટોળિયા સાથે ચેરમેન કાર્તિક પટેલ પણ હજુ પોલીસ પકડથી બહાર હોવાનું સામે આવ્યું છે. નોંધનીય છે કે, ખ્યાતિકાંડના બે મોટા માથા હજુ પણ પોલીસ પકડથી બહાર છે
સારવારના નામે પડાવ્યા હજારો રૂપિયા
ખ્યાતિ હોસ્પિટલના કાંડ દિવસને દિવસે સામે આવી રહ્યાં છે,જેમાં PMJAY કાર્ડને કમાણીનું કાર્ડ ખ્યાતિ હોસ્પિટલે બનાવી દીધુ છે,ખ્યાતિ હોસ્પિટલે PMJAY યોજનાથી કરોડોની આવક કરી દીધી છે.70 ટકા આવક PMJAY યોજનાથી કરી હોવાનો ખુલાસો કર્યો હોવાની વાત સામે આવી છે.જેમાં 3 વર્ષમાં PMJAY યોજનાથી 23 કરોડ રૂપિયા વસૂલ્યા છે.4947 દર્દીઓની સારવારના નામે કરોડો રૂપિયા પડાવ્યા છે.