કચ્છી ભાષા અને સાહિત્ય નવી પેઢી સુધી પહોંચાડવા ‘કચ્છી અસ્મિતા જો ઉત્સવ’
સ્મૃતિવન ખાતે કચ્છ સાહિત્ય ઉત્સવમાં શાળાના બાળકોએ ‘કચ્છજી આત્મકથા’ શીર્ષક હેઠળ નૃત્ય નાટિકા રજૂ કરી
ભુજ: ભુજની મહારાણી પ્રીતિદેવી સ્કૂલ અને લિટલ સ્ટેપ્સ મોન્ટેસરી સ્કૂલમાં બાળકો માતૃભાષાથી જોડાયેલા રહે અને ભાષા સાથે સંસ્કૃતિનું પણ સંવર્ધન થાય તે માટે શાળામાં કચ્છી ભાષામાં અનેક કાર્યક્રમો થતા રહે છે. મહારાવ પ્રાગમલજી ત્રીજા કચ્છી ભાષાના હિમાયતી હતા. કચ્છી ભાષાના સંવર્ધન અને સંરક્ષણ માટે તેઓએ અનેક પ્રયત્નો કર્યા હતા. તેમની આ લાગણીને જીવંત રાખવા આ શાળા અંગ્રેજી માધ્યમની હોવા ઉપરાંત અહીંં માતૃભાષા ગુજરાતી અને કચ્છી શીખવવામાં આવે છે.