અમદાવાદની ખ્યાતી હોસ્પિટલ કાંડ મામલે મોટા સમાચાર ફરી એક વખત સામે આવ્યા છે. આરોપી કાર્તિક પટેલ ખ્યાતિ હોસ્પિટલમાં 50.58 ટકાનો ભાગીદાર છે અને એફિડેવિટમાં કાર્તિક પટેલે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. ક્રાઈમ બ્રાન્ચેના એફિડેવિટમાં કાર્તિક પટેલના રોલનો ચોંકાવનારો ખુલાસો થયો છે.
તમામ સ્ટાફને પ્રેશર આપીને નફો લાવવાનો કાર્તિકનો હતો ઉદ્દેશ
હોસ્પિટલમાં તમામ લોકોને પ્રેશર આપીને નફો લાવવાનો કાર્તિક પટેલનો ઉદ્દેશ હતો. ચેરમેન, ડાયરેક્ટરની મિટિંગમાં ફ્રી કેમ્પ યોજવા માર્કેટિંગ ટીમને કાર્તિક પટેલ ફોર્સ કરતો હતો અને હોસ્પિટલમાં આર્થિક વ્યવહાર કાર્તિક પટેલની સૂચનાથી જ ચાલતો હતો. ખ્યાતી હોસ્પિટલના ચેરમેન અને ડાયરેક્ટરના નાણાકીય વ્યવહાર લઈને આર્થિક વ્યવહારમાં ગુનાહીત કાવતરાનો મુખ્ય સુત્રધાર કાર્તિક પટેલ છે. કાર્તિક પટેલ સામે નાણાકીય વ્યવહારના દસ્તાવજ જપ્ત કરવાના હોવાથી જામીન ન આપી શકાય તેવી ક્રાઈમ બ્રાન્ચે કોર્ટને વિનંતી પણ કરી છે. મુખ્ય આરોપી કાર્તિક પટેલ નાણાકીય વ્યવહારનો લાભ અને સરકારી સુવિધાઓનો લાભ મેળવવા પ્લાનિંગ કરતો હતો. આ સાથે જ કોર્ટમાં કરેલા એફિડેવિટમાં ક્રાઈમ બ્રાન્ચે અનેક મુદ્દાઓ રજૂ કર્યા છે. આ સાથે જ 7 સાક્ષીઓના નિવેદન લેવા માટે કલમ 183 મુજબ ક્રાઈમ બ્રાન્ચે કોર્ટમાં અરજી કરી છે.
ખ્યાતિ PMJAY કાંડ બાદ સરકાર જાગી
બીજી તરફ ખ્યાતિ PMJAY કાંડ બાદ સરકાર જાગી છે અને હવે રાજ્ય સ્તરે અલાયદી એન્ટી ફ્રોડ યૂનિટ બનશે. જેમાં ફરિયાદ આવશે ત્યાં આકસ્મિક ચેકિંગ કરાશે. હોસ્પિટલ્સ અને શંકાસ્પદ કામગીરીનું ચેકિંગ થશે. કેન્સરની કેટલીક ટ્રીટમેન્ટ માટે ટ્યુમર બોર્ડનું સર્ટિ ફરજિયાત કરવામાં આવ્યું છે. SHA દ્વારા ઓનલાઈન પોર્ટલ વિકસાવાશે. હોસ્પિટલોએ ઓપરેશનની સીડી દર્દીઓને આપવી પડશે. એન્જિયોગ્રાફી, એન્જિયો પ્લાસ્ટીની સીડી આપવી પડશે. આ સાથે જ હોસ્પિટલોએ સીડી SHAને પણ જમા કરાવવી પડશે.