ખ્યાતિકાંડના આરોપીના રિમાન્ડ પર ચુકાદો અનામત રહ્યો છે,જેમાં સંજય પટોળિયાની રિમાન્ડ અરજી પર સુનાવણી પૂર્ણ થઈ છે.ધરપકડથી બચવા રાજશ્રી કોઠારી અને કાર્તિક પટેલે જામીન માટે અમદાવાદ કોર્ટમાં અરજી કરી હતી,ખ્યાતિ હોસ્પિટલકાંડમાં અત્યાર સુધીમાં 7 આરોપીઓની થઈ છે ધરપકડ.
સરકારી વકીલે કોર્ટમાં ધારદાર દલીલ કરી
આ સાથે સરકારી વકીલે કોર્ટમાં ધારદાર દલીલ કરી છે.અન્ય દર્દીઓની સાથે રેલવે કર્મીઓના પણ ઓપરેશન કરવામાં આવ્યા છે.કેટલો નફો નુકસાન સહિતની વિગત લેવાની છે અને અન્યની ધરપકડ માટે રિમાન્ડ ખૂબ જરૂર છે,પ્રિ પ્લાનિંગથી કામ કર્યું હોવાનો ખ્યાતિકાંડ કર્યો છે,આરોપીનો શું રોલ, અન્ય કેટલા આરોપીઓ છે તેની તપાસ થવી જરૂરી છે.સરકારી યોજનાના લાભ લેવા ખોટો ઉપયોગ કર્યો છે.ખોટા રીપોર્ટ બનાવી દર્દીઓની સર્જરી કરાવી છે તેમજ મેડિકલ રિપોર્ટની પૂછપરછ કરવી ખૂબ જરૂરી છે.
બચાવપક્ષના વકીલની કોર્ટમાં રજૂઆત
આ સાથે બચાવપક્ષના વકીલે કોર્ટમાં રજૂઆત કરી હતી કે,આરોપીઓની ધરપકડ થઈ રહી છે અને તપાસમાં સહકાર આપી રહ્યા છે,રિમાન્ડની જરૂર નથી,પોલીસને શા માટે રિમાન્ડ માંગવા પડી રહ્યા છે.ડો સંજય પટોળિયાએ કોઈની સર્જરી કરી નથી તે તો માત્ર ડાયરેકટર છે,સંજય પટોળીયા જવાબદાર ન ગણી શકાય,39 ટકા શેર અંગે રીમાન્ડને કોઈ લેવા દેવા નહીં,કસ્ટડીમાં પણ પોલીસ પૂછપરછ કરી શકે છે તેમજ ખ્યાતિ હોસ્પિટલ કાંડના મુખિયા સંજય પટોળિયા નહીં,આ મીડિયા ટ્રાયલ હોય તેવો કેસ બનાવ્યો છે.કેસની વિગતો કોર્ટ સુધી આવે તે પહેલાં મીડિયામાં આવે છે અને કેસને મીડિયા ટ્રાયલ બનાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે
હજી બે આરોપી પોલીસ પકડથી દૂર
ડો. સંજય પટોળિયાની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આજે બુધવારે ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે અન્ય બે આરોપી રાજશ્રી કોઠારી અને CEO કાર્તિક પટેલ હજુ સુધી ભૂગર્ભમાં છે ઘટના બાદ પોલીસથી નાસતા-ફરતા હતા ડો.પટોળિયા.આરોપી ડો. સંજય પટોળીયાએ પોલીસ ધરપકડથી બચવા માટે ત્રણ કેસોમાં આગોતરા જામીન માટે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં અરજી કરી હતી. જેમાં એવી રજૂઆત કરી હતી કે, હું નિર્દોષ છું, મારે આ કેસ સાથે કોઇ જ લેવા દેવા નથી, મને ખોટી રીતે ફસાવી દેવામાં આવ્યો છે, ક્યાંય નાસી કે ભાગી જાઉં તેમ નથી, કોર્ટ પાસે જામીન આપવાની સત્તા છે અને કોર્ટ જામીન આપે તો તમામ શરતોનું પાલન કરવા તૈયાર છું તેથી જામીન પર મુક્ત કરવો જોઇએ.