ગાબા મેદાનમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ત્રીજી મેચ રમાવવાની છે. આ મેચ પહેલા ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ વિશે સમાચાર આવ્યા હતા કે તેને ઈજાના કારણે પ્રેક્ટિસ સેશનમાં ભાગ લીધો ન હતો.
પરંતુ તેને બ્રિસ્બેન ટેસ્ટ પહેલા નેટ્સમાં પૂરી તાકાત સાથે પ્રેક્ટિસ કરી છે. બુમરાહ વર્તમાન સિરીઝમાં ભારત માટે શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે, જ્યાં તેણે તેની કેપ્ટનશિપ હેઠળ ટીમને પ્રથમ મેચમાં 295 રનથી જીત અપાવી હતી.
બુમરાહનું સ્થાન કોણ લઈ શકે?
ઓસ્ટ્રેલિયા સામે પિંક બોલ ટેસ્ટમાં બુમરાહનું શાનદાર પ્રદર્શન સારું રહ્યું હતું, પરંતુ અહીં તેને અન્ય બોલરોનો એટલો સાથ મળ્યો ન હતો. આ જ કારણ છે કે ભારત કાંગારૂ ટીમ પર દબાણ બનાવી શક્યું નથી. આ મેચમાં એક સમયે ભારતીય ફેન્સ બુમરાહને લઈને ડરી ગયા હતા, કારણ કે ભારતીય બોલર અચાનક મેદાન પર બેસી ગયો હતો, જેના પછી તેને ફિઝિયોની મદદ લેવી પડી હતી. કોઈ પણ સંજોગોમાં, જો બુમરાહ ત્રીજી ટેસ્ટમાંથી બહાર રહે છે, તો ટીમ તેની જગ્યાએ પ્લેઈંગ ઈલેવનમાં આકાશ દીપ અથવા પ્રસિદ્ધ કૃષ્ણાને લઈ શકે છે.
હર્ષિત ત્રીજી ટેસ્ટમાંથી થઈ શકે છે બહાર
ટીમ મેનેજમેન્ટ હર્ષિત રાણાને ગાબા ટેસ્ટમાંથી બહાર કરી શકે છે કારણ કે એડિલેડમાં રમાયેલી પિંક બોલ ટેસ્ટમાં તેનું પ્રદર્શન ખાસ રહ્યું ન હતું. મેચમાં તેને 16 ઓવર નાંખી અને 5.38ની ઈકોનોમીથી 86 રન આપ્યા. અહીં તે એક પણ વિકેટ મેળવી શક્યો ન હતો. તેની બેટિંગ કૌશલ્યને જોઈને કેપ્ટન રોહિતે તેને પેસ ઓલરાઉન્ડર તરીકે ટીમમાં સામેલ કર્યો, પરંતુ તેને બેટથી પણ વધારે યોગદાન આપ્યું નહીં. હર્ષિતને એડિલેડમાં બંને ઈનિંગ્સમાં બેટિંગ કરવાની તક મળી હતી, પરંતુ તે અહીં એક પણ રન બનાવી શક્યો ન હતો.