Dreams Inauspicious Sign : દુનિયામાં કોઈ એવી વ્યક્તિ નથી, જેમને ઉંઘમાં સ્વપ્ન ના આવતાં હોય. પરંતુ શું તને જાણો છે કે તેની પાછળનું શું રહસ્ય છે? સ્વપ્ન શાસ્ત્ર પ્રમાણે સપનાં લોકોના જીવનનો એક મહત્ત્વપૂર્ણ ભાગ છે. સ્વપ્નમાં ક્યારેક આપણને સારા અને શુભ સ્વપ્ન આવતાં હોય છે તો ક્યારેક ખૂબ જ ડરામણા સ્વપ્ન આવતાં હોય છે. કેટલાક સપનાને શુભ કહેવામાં આવે છે. જ્યારે કેટલાકને અશુભ માનવામાં આવે છે. સપના વ્યક્તિના જીવનમાં આવનાર સમય સૂચવે છે.