છોલે ભટુરાનો સ્વાદ દરેકને ગમતો હોય છે. પરંતુ મેંદાની હાજરીને કારણે લોકો ભટુરા ખાવાનું ટાળતા હોય છે. સ્વાસ્થય સારુ રાખવા માટે મેંદાને ખાવાનું લોકો ટાળતા હોય છે. આજે અમે તમને લોટમાંથી પફી ભટુરે બનાવવાની રીત જણાવીશું લોટમાંથી ભટુરે કઈ રીતે બનશે આવો જાણીએ.
લોટમાંથી બનશે આ પફી ભટુરે:
ઠંડીની સિઝનમાં ગરમાગરમ છોલે ભટુરે ખાવા મળે તો આનંદ થશે. લોકોને છોલે ભટુરે ખૂબ ગમતા હોય છે જોકે ભટુરે મેંદાના લોટમાંથી બને છે, તેથી લોકો તેને ખાવાનું ટાળતા હોય છે કેટલાક લોકોને ભટુરા બરાબર પચતા પણ નથી જેના કારણે તેમને ગેસ, એસિડિટી અને પેટ ફૂલવું જેવી સમસ્યા સતાવતી હોય છે. આજે અમે તમને લોટથી ભટુરે કઈ રીતે પફી બની શકે છે તે વિશે જણાવીએ, તમે મેંદા વગર પણ માત્ર ઘઉંના લોટથી ભટુરા બનાવી શકો છો. લોટનું ભટુરે એટલું પોચુ અને સ્વાદિષ્ટ બનશે કે તમે મેંદાનું ભટુરે ખાવાનું પણ હવેથી ભૂલી જશો.
લોટના ભટુરે કેવી રીતે બનાવશો:
ભટુરાનો લોટ બનાવવા માટે સૌ પ્રથમ તો લોટને ઝીણી ચાળણીમાં ચાળી લો. ત્યારબાદ તમે ઈચ્છો તો લોટને કોટનના કપડામાં ચાળી લો. હવે આ લોટને ભટુરાના લોટની જેમ વણી લો. ભટુરા માટે લોટ બાંધવા માટે, લોટમાં 1 ચપટી બેકિંગ પાવડર ત્યારબાદ તેમાં 1 ચપટી મીઠું નાખો પછી 1 ચમચી ખાંડ, 1 ચમચી સોજી ઉમેરો. હવે દહીં ઉમેરી લોટ બાંધી લો જો જરૂરી હોય તો, થોડા પાણીનો ઉપયોગ કરી શકો છો અથવા તો પાણી ઉમેરીને દહીંને પાતળું પણ કરી શકો છો. લોટ ભેળવી લીધા બાદ તેને અડધો કલાક સેટ થવા માટે છોડી મુકી દો.
ભટુરા બનાવવાની સરળ રીત:
તમે તમારા હાથમાં ભટુરા તળવા માટેનુ જે તેલ છે તે હળેળી પર લગાવો અને ભટુરાના લોટને થોડો મસળીને સેટ કરી દો ત્યારબાદ ગેસ પર કઢાઈ મૂકો અને ભટુરા તળવા માટે તેલ ગરમ કરો. કણકમાંથી થોડો મોટો કણક તોડી લો અને થોડો સૂકો લોટ લગાવો અને રોલિંગ પીન વડે ચપટી કરો. હવે ભટુરાના આકારમાં થોડો લાંબો અથવા તો ગોળાકાર રોલ કરી શકો છો. રોલ કર્યા પછી ભટુરાની જેમ 2-3 વાર હાથ વડે ફેલાવી દો. હવે તેને ગરમ તેલમાં મૂકી મધ્યમ તાપમાન પર તળાવા દો. તમારા બધા ભટુરા સંપૂર્ણપણે ફૂલેલા અને ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ થશે ભટુરેને ગરમા-ગરમ ચણા, સમારેલી ડુંગળી, તળેલા મરચાં અને અથાણાં સાથે તેને સર્વ કરી શકો છો.