મહેસાણા જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. જિલ્લામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડતા જગતના તાતમાં ખુશી જોવા મળી છે. મહેસાણા બપોર બાદ પવન સાથે વરસાદની શરૂઆત થઈ છે. અસહ્ય ઉકળાટ બાદ વરસાદ વરસતા લોકોને ગરમીથી રાહત મળી છે. હવામાન વિભાગ પ્રમાણે રાજ્યમાં હાલમા ત્રણ સિસ્ટમ સક્રિય હોવાથી આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી સાત દિવસ પણ વરસાદની શક્યતાઓ છે.
ધોધમાર વરસાદના પગલે ખેડૂતોમાં ખુશી
મહેસાણામાં ધોધમાર વરસાદના પગલે ખેડૂતોમાં ખુશી જોવા મળી છે. અસહ્ય ઉકળાટ બાદ વરસાદ પડતા લોકોને ગરમીથી રાહત મળી છે. ધોધમાર વરસાદને લઇ જગતના તાતમાં ખુશી જોવા મળી છે. રાજ્યમાં મેઘરાજાની જમાવટ યથાવત રહેશે અને રાજ્યમાં એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, સાયક્લોનિક સર્ક્યુલેશન, મોન્સૂન ટ્રફ સક્રિય થયું છે, લો પ્રેશર સિસ્ટમ સક્રિય રહેતા રહેશે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, અમદાવાદ, ગાંધીનગર, વડોદરામાં ભારે વરસાદ રહેશે .
ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી
ગુજરાતમાં વરસાદ અંગે હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આજથી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવમાં આવી છે. કચ્છ, દ્વારકા, પોરબંદર, નવસારી, વલસાડ, ડાંગ,બનાસકાંઠા, સાબરકાંઠામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે સુરતમાં ઓરેન્જ અલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.