image : Filephoto
Vadodara : ચોમાસાની ઋતુ હજી પૂરી થઈ નથી. ગણતરીના દિવસો બાકી છે ત્યારે ખેલૈયાઓ નવરાત્રીની તળાવમાં તૈયારીમાં લાગી ગયા છે. પરંતુ ગરબા રમાશે કે વરસાદી પાણીમાં ડિસ્કો કરાશેએ અંગે હજી અસમંજસ છે, ત્યારે ગઈકાલે દિવસ દરમિયાન વરસાદી વાતાવરણમાં અવારનવાર ધીમીધારે સતત વરસાદ ચાલું રહ્યો હતો. પરંતુ રાત્રે ધોધમાર વરસાદ તૂટી પડતા અડધો ઇંચ પાણી પડ્યું હતું પરિણામે ઠેર-ઠેર પાણી ભરાઈ જવા સહિત વોર્ડ ચારમાં કેડ સમા પાણી ભરાઈ જતા અગાઉના પૂરની યાદ તાજી થઈ ગઈ હતી.
ગઈકાલે દિવસ દરમિયાન વાદળા ઘેરાયેલા રહેતા રહેતા સુરજદાદા અને વાદળા વચ્ચે સંતાકૂકડીની રમત સતત રહી હતી અને અવારનવાર વરસાદી છાંટા સતત ચાલુ રહ્યા હતા. મોડી સાંજે અચાનક ધોધમાર વરસાદ તૂટી પડતા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. જ્યારે બીજી બાજુ વોર્ડનં ચારમાં કેડ સમા વરસાદી પાણી ભરાઈ જતા સ્થાનિક રહીશોને અગાઉના પૂરની યાદ તાજી થઈ હતી. રોડ રસ્તા પર ભરાયેલા વરસાદી પાણીના કારણે અનેક વાહનો બંધ પડી જતા લોકોને ધક્કા મારીને લઈ જવાની ફરજ પડી હતી. ગઈ મોડી રાત્રે પડેલા ધોધમાર વરસાદમાં અડધો ઇંચ જેટલું પાણી પડ્યું હતું. છતાં પણ વેચાણ વાળા વિસ્તારો સહિત અન્ય વિસ્તારોમાં પાણી ભરાઈ જતા સ્થાનિક રહીશોએ પાલિકા તંત્ર પર માછલા ધોવાનું શરૂ કર્યું હતું.