29 C
Surat
Reg. License No. 20/22
સોમવાર, ઓક્ટોબર 7, 2024
29 C
Surat
સોમવાર, ઓક્ટોબર 7, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeગુજરાતવડોદરાવડોદરાના ખોડીયાર નગર વિસ્તારમાં ભારે વરસાદથી કેડ સમા પાણી ભરાતા પૂર જેવો...

વડોદરાના ખોડીયાર નગર વિસ્તારમાં ભારે વરસાદથી કેડ સમા પાણી ભરાતા પૂર જેવો માહોલ | Heavy rain in Khodiyar Nagar area of ​​Vadodara has led to flood like conditions



image : Filephoto

Vadodara : ચોમાસાની ઋતુ હજી પૂરી થઈ નથી. ગણતરીના દિવસો બાકી છે ત્યારે ખેલૈયાઓ નવરાત્રીની તળાવમાં તૈયારીમાં લાગી ગયા છે. પરંતુ ગરબા રમાશે કે વરસાદી પાણીમાં ડિસ્કો કરાશેએ અંગે હજી અસમંજસ છે, ત્યારે ગઈકાલે દિવસ દરમિયાન વરસાદી વાતાવરણમાં અવારનવાર ધીમીધારે સતત વરસાદ ચાલું રહ્યો હતો. પરંતુ રાત્રે ધોધમાર વરસાદ તૂટી પડતા અડધો ઇંચ પાણી પડ્યું હતું પરિણામે ઠેર-ઠેર પાણી ભરાઈ જવા સહિત વોર્ડ ચારમાં કેડ સમા પાણી ભરાઈ જતા અગાઉના પૂરની યાદ તાજી થઈ ગઈ હતી.

 ગઈકાલે દિવસ દરમિયાન વાદળા ઘેરાયેલા રહેતા રહેતા સુરજદાદા અને વાદળા વચ્ચે સંતાકૂકડીની રમત સતત રહી હતી અને અવારનવાર વરસાદી છાંટા સતત ચાલુ રહ્યા હતા. મોડી સાંજે અચાનક ધોધમાર વરસાદ તૂટી પડતા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. જ્યારે બીજી બાજુ વોર્ડનં ચારમાં કેડ સમા વરસાદી પાણી ભરાઈ જતા સ્થાનિક રહીશોને અગાઉના પૂરની યાદ તાજી થઈ હતી. રોડ રસ્તા પર ભરાયેલા વરસાદી પાણીના કારણે અનેક વાહનો બંધ પડી જતા લોકોને ધક્કા મારીને લઈ જવાની ફરજ પડી હતી. ગઈ મોડી રાત્રે પડેલા ધોધમાર વરસાદમાં અડધો ઇંચ જેટલું પાણી પડ્યું હતું. છતાં પણ વેચાણ વાળા વિસ્તારો સહિત અન્ય વિસ્તારોમાં પાણી ભરાઈ જતા સ્થાનિક રહીશોએ પાલિકા તંત્ર પર માછલા ધોવાનું શરૂ કર્યું હતું.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય