નવજાત બાળકોમાં કમળો સામાન્ય બાબત છે. મોટાભાગના કિસ્સાઓમાં પોતાની રીતે જ સાજો થઈ જાય છે. તબીબી દેખરેખ હેઠળ તેને સરળતાથી નિયંત્રિત કરી શકાય છે. પરંતુ કેટલાક કિસ્સાઓમાં તે ગંભીર હોઈ શકે છે. આનાથી બાળકોના એકંદરે સ્વાસ્થય પર અસર પડે છે. જો નવજાત શિશુમાં જો કમળાના લક્ષણો દેખાય તો ડૉકટરનો સંપર્ક કરવો જોઈએ.
નવજાત બાળકોમાં કમળો સામાન્ય બાબત છે. જન્મ પછી ઘણા નવજાત શિશુઓની આંખો પીળી દેખાવા લાગે છે. કેમકે તેમના શરીરમાં બિલીરુબીન વધુ બનવા લાગે છે. જેના લીધે નવજાત શિશુમાં કમળો થાય છે. આમ તો આ સમસ્યા થોડા દિવસમાં ઠીક પણ થઈ જાય છે. પરંતુ તે ક્યારેક ગંભીર પણ બની શકે છે. તેવામાં નવજાત શિશુની સંભાળ કરવી જરુરી બની જાય છે. ખાસ કરીને માતા-પિતાએ આ તરફ વધુ ધ્યાન આપવુ જોઆએ. તો આવો જાણીએ કે નવજાત શિશુઓમાં કમળો કેમ થાય છે.
ગાઝિયાબાદ જિલ્લા હોસ્પિટલના બાળરોગ વિભાગના ડૉકટર સમજાવે છે કે નવજાત શિશુઓમાં કમળો થવાના કારણો ઘણા હોય છે. આમાં ગર્ભાશયમાં ઉછરતું બાળક સંપૂર્ણપણે વિકસિત નથી થતું, જે સગર્ભા મહિલાઓ યોગ્ય પોષણયુક્ત આહાર લેતી નથી ત્યારે આ પ્રકારના ઘણા લક્ષણો હોઈ શકે છે.
લીવર સંપૂર્ણ રીતે વિકસિત નથી
જન્મ પછી બાળકનું લીવર યોગ્ય રીતે કામ કરવાનું શરુ કરતું નથી જેના લીધે શરીરમાં બિલીરૂબિન જમા થાય છે, જેના કારણે નવજાત શિશુને કમળો થાય છે.
લાલ રક્તકણોનું વધતું ભંગાણ
નવજાત શિશુમાં વધારે લાલ રક્તકણો બને છે અને તૂટી જાય છે જેથી બિલીરૂબિનમાં વધારો કરે છે. જો નવજાત શિશુમાં બિલીરૂબિન વધે તો કમળો થવાનું જોખમ વધારે હોઈ શકે છે.
સામાન્ય રક્ત જૂથ ન હોવું
જો માતા અને બાળકના રક્ત જૂથો અલગ અલગ હોય તો આ સ્થિતિમાં પણ કમળો થવાનું જોખમ શિશુમાં વધી જાય છે.
કમળો કેટલો ખતરનાક હોઈ શકે છે
ડૉ. સમજાવે છે કે કોઈપણ રોગ શરીર માટે ખતરનાક હોવા છતાં પણ કમળો 1-2 અઠવાડિયામાં આપમેળે મટી જતો હોય છે. પરંતુ કેટલાક કિસ્સાઓમાં તે ગંભીર પરિસ્થિતિઓ પણ બનાવી દે છે. જો શરીરમાં બિલીરૂબિનનું સ્તર ખૂબ વધારે થઈ જાય તો તે બાળકના મગજને પણ નુકસાન પહોંચાડી શકે છે, જે નવજાત શિશુના માનસિક વિકાસમાં અવરોધ ઉભો કરી શકે છે. જો કમળો લાંબા સમય સુધી રહે તો તે લીવરને પણ અસર કરી શકે છે.
કમળો કેવી રીતે અટકાવવો અને તેની સારવાર કેવી રીતે કરવી
બાળકને વારંવાર સ્તનપાન કરાવવાથી કમળો જલ્દી મટે છે. જો બાળકોમાં કમળાના લક્ષણો દેખાય તો ડૉકટરની સલાહ લેવી, આ બાબતમાં બેદકકાર ન બનો.
કમળાના લક્ષણો
- નવજાત શિશુની ત્વચા અને આંખો પીળી પડવી
- નવજાત શિશુના પેશાબનો રંગ ઘેરો પીળો હોય.
- નવજાત શિશુનો મળ આછો પીળો રંગનો હોય છે.