27.1 C
Surat
Reg. License No. 20/22
મંગળવાર, જુલાઇ 8, 2025
27.1 C
Surat
મંગળવાર, જુલાઇ 8, 2025
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeઆરોગ્યHealth: રોજ 10 હજાર સ્ટેપ ચાલવાથી સ્વાસ્થ્ય પર શું અસર થાય છે?

Health: રોજ 10 હજાર સ્ટેપ ચાલવાથી સ્વાસ્થ્ય પર શું અસર થાય છે?


સોશિયલ મીડિયા પર હાલ ફિટનેસ ઘણું ટ્રેન્ડમાં ચાલી રહ્યું છે, તેમા દિવસભર કેટસા સ્ટેપ ચાલવા તેની ચર્ચા વધારે થઈ રહી છે. ઘણા લોકો વજન ઓછું કરવા માટે, ઘણા લોકો હાર્ટના સ્વાસ્થ્યને સુધારવા માટે તે અમુક લોકો ફક્ત એક્ટિવ રહેવા માટે ચાલતા હોય છે. ઘણા લોકો તેમના રોજિંદા જીવનમાં 1.5 થી 2 કિલોમીટર જેટલું ચાલે છે.

10 હજાર સ્ટેપ્સ ચાલવાથી વજન ઓછું કરવામાં મદદ મળે છે, કેલેરી બર્ન થાય છે અ શરીરને ઘણા ફાયદા પણ મળે છે. પરંતુ 1 મહિના સુધી રોજ 10 હજાર સ્ટેપ્સ ચાલવા અને આ રૂટીનને ફોલો કરશો તો શું થશે? જાણો

શું કહે છે નિષ્ણાતો?

રોજ 1 મહિના સુધી 10 હજાર સ્ટેપ્સ ચાલવા એ સારી બાબત છે અને તે હાર્ટ માટે પણ ફાયદાકારક છે. તે તમારા શરીરને એક્ટિવ રાખવામાં મદદ કરે છે. જો તમે રોજ 10 હજાર સ્ટેપ ચાલો છો તો તેનાથી કેલેરી બર્ન થાય છે અને વજન ઓછું કરવામાં પણ મદદ મળે છે. 10 હજાર સ્ટેપ ડાયાબિટીસના દર્દીઓને વધારે ફાયદો કરે છે. કારણ કે તેનાથી સુગર લેવલ કંટ્રોલમાં રહે છે. આખા દિવસની એક્ટિવિટી જેવા કે, બાથરૂમ જવું, ઓફિસ જવું, એક રૂમમાંથી બીજા રૂમમાં જવું દરેક સ્ટેપને 10 હજારના સ્ટેપમાં ગણી શકો છો. પરંતુ જો તમારે વજન ઓછું કરવું હોય તો તમારે વોક પર જવું પડશે અને 10 હજાર સ્ટેપ પૂરા કરવા મળશે. ત્યારે જ તમને ફાયદો મળશે.

ઉંમરના હિસાબથી કેટલું ચાલવું?

નિષ્ણાતોનું કહેવું છે કે, 10 હજાર સ્ટેપ ચાલવા એ હેલ્થ માટે તો ફાયદાકારક છે. 60 વર્ષથી ઓછી ઉંમરના લોકોએ 10 હજાર સ્ટેપના રૂટીનને ફોલો કરવું જોઈએ. પરંતુ જે 60 વર્ષથી ઉપરના લકો છે તેમને 8 હજાર સ્ટેપથી વધારે ના ચાલવું જોઈએ. રિસર્ચ મુજબ, જો તમે 10 હજાર કે 8 હજાર સ્ટેપ ચાલો છો તો તમારા હાર્ટ સ્વાસ્થ્યને ફાયદો મળશે અને શરીર પણ સ્વસ્થ રહેશે.

Disclaimer: આ માહિતી માત્ર જાણકારી માટે છે, સંદેશ તેની પુષ્ટિ કરતું નથી. કોઈપણ ઉપચાર કરતાં પહેલા નિષ્ણાંતની સલાહ લેવી આવશ્યક છે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય