29.8 C
Surat
Reg. License No. 20/22
મંગળવાર, જુલાઇ 1, 2025
29.8 C
Surat
મંગળવાર, જુલાઇ 1, 2025
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeઆરોગ્યHealth: વજન વધતું નથી તો આ શેક પીવો, જાણો બનાવાની રીત

Health: વજન વધતું નથી તો આ શેક પીવો, જાણો બનાવાની રીત


જેમ ઘણા લોકો મોટાપાથી હેરાન હોય છે તેમ જ ઘણા લોકો પાતળા શરીરથી હેરાન છે. આવામાં વજન વધારવા માટે ઘણા લોકો કઈ પણ ખાવા લાગે છે. જેનાથી તેઓને ઘણું નુકાસાન થાય છે, અને તે સેહત માટે હાનિકારક હોય છે. તમારું વજન વધારવા માગો છો તે હેલ્ધી શેકનું સેવન કરો. પોતાની ડાયટમાં પ્રોટીનથી ભરપૂર હેલ્ધી શેક પીવો. તો જાણો કે આ શેક કોને કોને પીવો જોઈએ. અને તેને કેવી રીતે બનાવો જોઈએ.

મેંગો શેક

મેંગો શેકમાં કેલેરી ઓછી હોય છે અને તેમા ફેટ વધારે હોય છે તો તે વજન વધારવામાં મદદ કરી શકે છે અને આ શેક બનાવા માટે તમારે એક વાસણ લેવાનું અને તેમાં પહેલા કેરીને નાના નાના ટુકડામાં કાપી લો અને ત્યારબાદ તેમાં ડ્રાય ફ્રૂટર્સ નાખો અને દૂધ નાખીને તેને મિક્સરમાં ગ્રાઈન્ડ કરી લો. આ શેક તમે તમારા વર્કઆઉટ પહેલા પી શકો છો.

ચોકલેટ પીનટ બટર શેક

જો તમે વજન વધારવા માગો છો તો ચોકલેટ પીનટ બટર શેકનું સેવન કરો. તેમા ભરપૂર માત્રામાં કેલેરી અને પ્રોટીન હોય છે. તે જલ્દીથી વજન વધારવામાં મદદ કરે છે. આ બનાવા માટે એક ચમચી ચોકલેટ પ્રોટીન પાઉડર લો અને તેમાં એક ચમચી પીનટ બટર લઈ તેને મિક્સ કરી લો. આ શેક ને તમે રોજ વર્કઆઉઠ પહેલા અને પછી પણ પી શકો છો.

એવોકાડો શેક

એવોકાડોમાં પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ અને હેલ્ધી ફેય હોય છે. તે વજન વધારવામાં માટે બેસ્ટ ઓપ્શન છે. આ શેક બનાવા માટે એવોકાડો લો અને તેના નાના ટુકડા કરો. તેમાં દૂધ, મધ, અળસી અને થોડી પાલક નાખીને મિક્સરમાં ગ્રાઈન્ડ કરી લો. આ શેક પોષક તત્વોથી ભરપૂર હોય છે અને આવી રીતે તૈયાર થઈ જશે એવોકાડો શેક.

બનાના શેક

કેળામાં કેલેરી અને હેલ્ધી ફેટ હોય છે જે વજન વધારવામાં મદદ છે. તેમજ જેનામાં લોહીનું પ્રમાણ ઓછું હોય તેને કેળાનું સેવન કરવું જ જોઈએ.આ શેક ને બનાવા માટે પહેલા 2 કે 3 કેળા લો અને તેમાં 2 ચમચી ઓટ્સ નાખો. હવે તેને દૂધમાં મિક્સ કરી ને મિક્સરમાં ગ્રાઈન્ડ કરી લો. અને વજન વધારવા માટે આ શેકને સવારે અથવા સાંજે પી શકો છો.

Disclaimer: આ માહિતી માત્ર જાણકારી માટે છે, સંદેશ તેની પુષ્ટિ કરતું નથી. કોઈપણ ઉપચાર કરતાં પહેલા નિષ્ણાંતની સલાહ લેવી આવશ્યક છે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય