ગરમીની સીઝનમાં જો કોઈ સૌથી વધારે પસંદ હોય તો એ તરબૂચ છે. ઠંડું ઠંડું અને રસદાર તરબૂચ ફક્ત સ્વાદમાં તો લાજવાબ હોય જ છે તેની સાથે સાથે તે શરીરને ઠંડક પણ આપે છે અને શરીરની પાણીની કમીને દૂર કરે છે. આ જ કારણ છે કે ગરમીમાં તરબૂચની માગ વધારે હોય છે.
પરંતુ જેમ જેમ તેની બજારમાં માગ વધે છે તેની સાથે જ દુકાનદાર કે વેપારી વધુ પૈસી કમાવાની લાલચમાં તે તરબૂચને કેમિકલથી પકાવે છે. આમ તો કેમિકલ જેવા કે કાર્બોઈડ કે અન્ય સિંથેટિક કેમિકલ ફળોને જલ્દીથી પકવી દે છે અને જલ્દી પકવાનું કારણ એ હોય છે કે તરબૂચ લાલ દેખાય છે
પરંતુ આ તરબૂચ જોવામાં આકર્ષક લાગે છે અને તે સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે. કેમિકલથી પકવેલું તરબૂચ ખાવાથી પેટમાં દુખાવો, ઉલ્ટી, એલર્જી, અને માથામાં દુખાવો થવા લાગે છે. તેમજ લિવર અને કિડની પર પણ અસર થઈ શકે છે. આટલા માટે જ જાણવું જરૂરી છે કે તરબૂચ અસલી છે કે નકલી એટલે કે શું તેને કેમિકલથી તો નથી પકવામાં આવ્યું ને.
તરબૂચના ઉપરના ભાગને ધ્યાનથી જોવો
જો તરબૂચનો રંગ અસામાન્ય રીત થી વધારે ચમકીલો છે તો સર્તક થઈ જાઓ. કારણ કે નેચરલ તરબૂચમાં આછો અને ઘાટ્ટો એમ બે રીતના રંગની લાઈનો હોય છે. તેમજ કેમિકલ વાળા તરબૂચમાં એક રંગની લાઈનો હોય છે અ તે પોલિશ અને ચમકીલું હોય છે.
તરબૂચ વધુ પડતું જ લાલ હોય છે
જો તરબૂચ અંદરથી વધારે પડતું જ લાલ હોય તો તેમાં સિંથેટિક કેમિકલ હોઈ શકે છે અને તરબૂચમાં કંઈક ગડબડ હોઈ શકે છે. કેમિકલથી પકાવેલા તરબૂચનો રંગ એક દમ લાલ નથી હોતો. અને જે તરબૂચ નેચરલ રીતે પકવેલું હોય છે તેમાં નેચરલ મીઠાસ હોય છે.
તરબૂચ કાપતી વખતે તેમા ફીણ જેવું નીકળે
જો તરબૂચ કાપતી વખતે તેમા ફીણ જેવું કંઈ નીકળે તો સમજી લેવું કે તેમા કેમિકલ ભેળવ્યું છે. અથવા તો તે તરબૂચને ઈંજેક્શન આપી તેને પકવામાં આવ્યું છે. એટલા માટે તરબૂચ લેતી વખતે તેને કાપીને લેવું જોઈએ.
તરબૂચના બીજ અને તેના રંગ પર ધ્યાન આપો
નેચરલ તરબૂચ જેમાં બીજ કાળા કે ભૂરા રંગના હોય છે અથવા તો તે પૂરી રીતે પાકી ગયા હોય તેવા દેખાય. પરંતુ જો તરબૂચને કેમિકલ વળે પકાવામાં આવેલ હશે તો તે તરબૂચને બીજ પાતળા અને આછા સફેદ રંગના હશે.
તરબૂચની સ્મેલ અને સ્વાદ ઓળખો
નેચરલ રીતે પાકેલા તરબૂરમાં તાજગી અને મીઠી સુગંધ હોય છે. અને કેમિકલથી પકવેલા તરબૂચમાં કોઈ સુગંધ હોતી નથી અને અજીબ સિંથેટિક ગંધ આવતી હોય છે. અને તેમાં તેનો સ્વાદ પણ બરાબર હોતો નથી.
Disclaimer: આ માહિતિ માત્ર જાણકારી માટે છે, સંદેશ તેની પુષ્ટિ કરતું નથી. કોઈપણ ઉપચાર કરતાં પહેલા નિષ્ણાંતની સલાહ લેવી આવશ્યક છે.