Khyati PMJAY Scam: અમદાવાદના ખ્યાતિ હોસ્પિટલકાંડની તપાસ ક્રાઈમ બ્રાન્ચ કરી રહી છે. જેમાં રોજે રોજ નવા ઘટસ્ફોટ થઈ રહ્યા છે. તપાસમાં એવો પણ ઘટસ્ફોટ થયો હતો કે ખ્યાતિ હોસ્પિટલમાંથી દર્દીઓના ખોટા આયુષ્યમાન કાર્ડ કાઢવામાં આવતા હતા, જેની ઉંડાણ પૂર્વક તપાસ કરતા ક્રાઈમ બ્રાન્ચને ગાંધીનગર આરોગ્ય વિભાગના કેટલાક કર્મચારીઓની સંડોવણી હોવાની કડી મળી હતી. જે મુદ્દે પુરવા મળતા ક્રાઈમ બ્રાન્ચે ગુરૂવારે (26મી ડિસેમ્બર) મોડીરાતે ગાંધીનગરથી આરોગ્ય વિભાગના કર્મચારી મિલાપ પટેલની ધરપકડ કરી છે. જ્યારે બે કર્મચારીઓની પૂછપરછ હાથ ધરાઈ છે.