Gujarat Governor : જમીનનો કસ જાળવી રાખવાનો એક માત્ર વિકલ્પ પ્રાકૃતિક ખેતી જ છે. રાસાયણિક ખાતરનો ભરપૂર વપરાશ કરનારા ખેડૂતો જમીનના બેક્ટેરિયાને અને ખેડૂત મિત્ર ગણાતા અળસિયાને ખતમ કરી રહ્યા છે. આ સૂક્ષ્મ બેક્ટેરિયા અને અળસિયા જમીનનો કસ જાળવી રાખવાની, બીજનો છોડમાં રૂપાંતરિત કરીને પોષણ આપવાની અને જમીનની ફળદ્રુપતાને જાળવી રાખવાની સાથોસાથ જમીનમાં જળ સંચય કરવાની કુદરતી વ્યવસ્થા ઊભી કરી આપે છે.
પરંતુ વઘુ પાક લેવાની લાયમાં ખેડૂતો રાસાયણિક ખાતરનો વઘુનો વઘુ ઉપયોગ કરીને જમીનની ફળદ્રુપતાને ખતમ કરી રહ્યા છે. જમીન ઉપરાંત જળસ્રોતોને તથા હવાને પણ ખરાબ કરી રહ્યા છે.