Gujarat UCC: ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા સરકારે તૈયારી આદરી છે ત્યારે કોંગ્રેસે માંગ કરી છે કે, રાજ્યમાં સમાન સિવિલ કોડ નહીં, સમાન કામ-સમાન વેતનની જરૂર છે. એવો આક્ષેપ કરાયો કે, યુસીસીએ ભાજપની વોટબેન્કની રાજનીતિ સિવાય બીજુ કશું નથી. ગુજરાતમાં ભાજપની આંતરિક લડાઈ, રાજકીય ગેંગવોર અને લેટરકાંડના મુદ્દાથી લોકોનું ધ્યાન ભટકાવવા સરકારે યુસીસી કમિટીની રચના કરી છે.
વિપક્ષના પ્રહાર
ગુજરાત વિધાનસભા વિપક્ષ નેતા અમિત ચાવડાએ કહ્યું કે, ગુજરાતમાં ભ્રષ્ટાચારે માઝા મૂકી છે.