GPSC State Tax Inspector Exam: ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા તાજેતરમાં લેવાયેલી રાજ્ય વેરા નિરીક્ષક (STI) વર્ગ-3ની પ્રિલિમ પરિક્ષાના પરિણામને લઈને મહત્ત્વના સમાચાર સામે આવી રહ્યા છે. GPSCના ચેરમેન હસમુખ પટેલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર માહિતી આપતા જણાવ્યું હતું કે, પ્રિલિમ પરિક્ષાનું પરિણામ 15 ફેબ્રુઆરીની આસપાસ આવી શકે છે. આ સાથે જે તેમણે મુખ્ય પરિક્ષાની તારીખને લઈને ઉમેદવારો પાસે પ્રતિભાવ માંગ્યો છે.