Surat : આંધળી વાણીના પોંકની શરૂઆત સુરતથી જ થઈ હતી પણ હવે આ મોનોપોલી તુટી રહી છે. એક સમયે સુરતની ઓળખ ગણાતો પોંક માત્ર સુરતમાં જ મળતો હતો પરંતુ હવે સુરતમાં વિષમ આબોહવાના કારણે પોંકનું સ્થળાંતર થઈ રહ્યું છે. છેલ્લા કેટલાક વખતથી સુરતમાં પોંકની અછત અને ડિમાન્ડ વધુ હોવાથી ડ્રાયફુટ-મીઠાઈ જેવો ભાવ પોંકનો સાંભળવા મળી રહ્યો છે. જેના કારણે હવે સુરતથી આસપાસના નવસારી, બારડોલી, હાંસોટ અને કરજણ હાઈવે વિસ્તારમાં પોંક ના સ્ટોલ વધી રહ્યાં છે અને ત્યાં પણ સુરતની ઘરાકી જોવા મળી રહી છે.
હાલમાં સુરતમાં પોંકની ડિમાન્ડ વધુ છે અને આવક ઓછી છે તેમ છતાં સુરતના વેપારીઓ બારડોલી-કરજણ વિસ્તારમાંથી પોંક લાવીને વેચાણ કરી રહ્યાં છે.