Government Apps: સરકાર હાલમાં એક નવી યોજના પર કામ કરી રહી છે. આ યોજના હેઠળ હવે દરેક ભારતીય યુઝરના મોબાઇલમાં તમામ સરકારી એપ્લિકેશનો જોવા મળશે. આ માટે સરકારે ગૂગલ અને એપલ પાસે મદદ માગી છે. સરકાર દ્વારા ઘણી ડિજિટલ સર્વિસ પૂરી પાડવામાં આવી રહી છે અને આ માટે ઘણી એપ્લિકેશનો ઉપલબ્ધ છે. જોકે ઘણાં યુઝર્સને એ વિશે માહિતી નથી. લોકોમાં જાગરૂક્તા ફેલાવવા માટે ધરાવાતા આ પગલાં ભરવામાં આવ્યા છે.