Google Office Rent: ગૂગલ દ્વારા મુંબઈમાં તેમની ઑફિસ માટે ખૂબ જ મોટી રકમ ચૂકવવામાં આવી રહી છે. આ ઑફિસ મુંબઈના બાંદરા કુર્લા કોમ્પ્લેક્સમાં આવેલી છે. આ માટે ગૂગલ દ્વારા એક મહિનાનું 4.79 કરોડ રૂપિયા ભાડું ચૂકવવામાં આવશે.
ગૂગલ ઇન્ડિયા અને ગૂગલ ક્લાઉડ ઇન્ડિયા દ્વારા તેમની ઑફિસનું લીઝ એગ્રીમેન્ટ રીન્યુ કરાવવામાં આવ્યું છે.