ગાંધીનગરમાં 16 વર્ષીય સગીરા પર દુષ્કર્મ થયાની ઘટના સામે આવી. સગીરાને કરાટે શીખવાડના બહાને કરાટે કોચ જ હવસનો શિકાર બનાવી. સુરક્ષાના પાઠ શિખવાડનાર કરાટે કોચ હેવાન બન્યો અને 16 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચર્યું. સગીરા ગર્ભવતી બનતાં કરાટે કોચના કાંડનો ભાંડો ફૂટ્યો. કરાટે કોચ સામે પેથાપુર પોલીસમાં પોક્સો હેઠળ ગુનો નોંધાયો.
કરાટે કોચની હેવાનિયત
મળતી માહિતી મુજબ ગાંધીનગરમાં આવેલ સ્વામિનારાયણ મંદિર વાસણા સંસ્થા (SMVS)માં વિદ્યાર્થીઓ પોતાની સુરક્ષા જાતે કરી શકે માટે કરાટે શીખવાડવામાં આવે છે. છોકરીઓ અને છોકરા બંનેને કરાટે કોચ કેવી રીતે પોતાની સુરક્ષા કરવી તેને લઈને ટ્રેઈનીંગ આપતા હોય છે. પરંતુ સુરક્ષાના પાઠ શીખવાડનાર કરાટે કોચ જ ભક્ષક બન્યો અને સગીરાને પીંખી. કરાટે શીખવાડવાના બહાને 16 વર્ષીય સગીરાને કોચે હવસનો શિકાર બનાવતા દુષ્કર્મ આચર્યું. અમદાવાદની સગીરા SMVSમાં અભ્યાસ અર્થે જાય છે. દરમ્યાન કરાટેની પણ ટ્રેનિંગ લેતી હોય છે. પરંતુ ગુરુ ગણાતા કરાટે કોચે ગુરુ-શિષ્યના સંબંધ પર લાંછન લગાવતા સગીરને હવસનો શિકાર બનાવી.
સગીર ગર્ભવતી બનતાં ભાંડો ફૂટયો
અમદાવાદની સગીર યુવતી ગર્ભવતી બનતાં કરાટે કોચના પાપનો પર્દાફાશ થયો. સગીર સાથે દુષ્કર્મ આચરનાર કોચ સામે પીડિતાના પરિવારે ફરિયાદ નોંધાઈ. SMVS (સ્વામિનારાયણ મંદિર વાસણા સંસ્થા)ના કરાટે કોચ સામે પોક્સો હેઠળ પેથાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી. પોલીસે ફરિયાદના આધારે દુષ્કર્મના આરોપી અને ગુરુ-શિષ્ય સંબંધને લાંછન લગાવનાર કરાટે કોચ સંજય વાઘેલાને શોધવા ચક્રો ગતિમાન કર્યા. સમગ્ર મામલે પોલીસે આરોપી ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી.