Google Maps Name Change: ગૂગલ મેપ્સ દ્વારા તેની એપ્લિકેશનમાં એક બદલાવ કરવામાં આવ્યો છે. એમાં ગલ્ફ ઓફ મેક્સિકોનું નામ બદલીને ગલ્ફ ઓફ અમેરિકા કરવામાં આવ્યું છે. જોકે આ બદલાવ માત્ર અમેરિકાના યૂઝર્સ માટે જ છે. અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના એક્ઝિક્યુટિવ ઓર્ડરને કારણે આ બદલાવ કરવામાં આવ્યો છે. ગૂગલ દ્વારા તેમના બ્લોગમાં લખવામાં આવ્યું છે કે ‘મેક્સિકોના લોકો તેમના મેપ્સમાં ગલ્ફ ઓફ મેક્સિકો જ જોવા મળશે, પરંતુ દુનિયાભરના અન્ય દેશોના યૂઝર્સને ગલ્ફ ઓફ મેક્સિકોની સાથે ગલ્ફ ઓફ અમેરિકા પણ જોવા મળશે. અમેરિકાના યૂઝર્સ ગલ્ફ ઓફ અમેરિકા તરીકે એને જોઈ શકશે.