Image: Wikipedia
Blood Cancer Patients : જામિયા મિલ્લિયા ઈસ્લામિયાના સંશોધનકર્તાઓએ ટી સેલને મોડિફાઈ કરવામાં સફળતા મેળવી લીધી છે. આનાથી ન માત્ર બ્લડ કેન્સરના દર્દીઓની સારવાર કરવામાં આવી શકશે પરંતુ એક સસ્તો સારવાર વિકલ્પ પણ દેશવાસીઓને ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ સંશોધનનો ફેબ્રુઆરી 2025માં ઈન્ટરનેશનલ જર્નલ સેલ રિપોર્ટ મેડિસિને સ્વીકાર પણ કરી લીધો છે. આ સાથે સીએઆર ટી-સેલ થેરાપીની પેટન્ટ માટે અરજી પણ કરવામાં આવી છે.