કારોબારના પ્રથમ દિવસે એટલે કે, આજે તા. 30 સપ્ટેમ્બર, સોમવારે સોના-ચાંદીના વાયદા ભાવમાં તેજી જોવા મળી રહી છે. બંનેના વાયદા ભાવ આજે તેજીની સાથે ખુલ્યા છે. આજે સોનાના વાયદા ભાવ 75,200 રૂપિયાની નજીક, જ્યારે ચાંદીના વાયદા ભાવ 91,600 રૂપિયાની નજીક કારોબાર કરી રહ્યા હતા. આંતરરાષ્ટ્રીય બજારમાં સોના-ચાંદીનો ભાવ પ્રારંભમાં તેજીની સાથે થયો છે.
સોનું મોંઘું થયું
સોનાના વાયદા ભાવની શરૂઆત આજે તેજીની સાથે થઈ છે. મલ્ટિ કોમોડિટી એકસચેંજ ઉપર સોનાના બેંચમાર્ક ઑક્ટોબર કોન્ટ્રાક્ટ આજે 516 રૂપિયાની તેજી સાથે 75,374 રૂપિયાની ભાવ ઉપર ખુલ્યો છે. વાયદા ભાવમાં 329 રૂપિયાની તેજી સાથે 75,187 રૂપિયાના ભાવ પર સોનું કારોબાર કરી રહ્યું હતું. આ સમયે સોનાએ 75,374 રૂપિયાના ભાવ પર દિવસના ઉચ્ચ અને 75,125 રૂપિયાના ભાવે દિવસના નીચલા લેવલને સ્પર્શ કર્યો છે. સોનાના વાયદા ભાવે આ વર્ષે 76 હજાર રૂપિયાના ભાવ પર ઓલટાઈમ હાઈ સપાટીને સ્પર્શ કર્યો હતો.
ચાંદીના વાયદાના ભાવમાં તેજી
ચાંદીના વાયદાની શરૂઆત આજે મજબૂત ઉછાળા સાથે થઈ હતી. એમસીએક્સ ઉપર ચાંદીનો બેન્ચમાર્ક ડિસેમ્બર કોન્ટ્રાક્ટ આજે રૂપિયા 121ના વધારા સાથે રૂપિયા 91,519 પર ખુલ્યો હતો. ત્યારે આ કોન્ટ્રાક્ટ રૂપિયા 224ના ઉછાળા સાથે રૂપિયા 91,622 પર ટ્રેડ કરી રહ્યો હતો.
આ સમયે તે દિવસની ટોચે રૂપિયા 91,634 અને દિવસની નીચી સપાટી રૂ. 91,492 પર પહોંચ્યો હતો. આ વર્ષે ચાંદીના વાયદાના ભાવ રૂ. 96,493ની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યા હતા.
આંતરરાષ્ટ્રીય બજારમાં સોના અને ચાંદીમાં ભારે તેજી રહી
આજે, આંતરરાષ્ટ્રીય બજારમાં સોના અને ચાંદીના વાયદાના ભાવ વધારા સાથે શરૂ થયા છે. પરંતુ બાદમાં ચાંદીના ભાવમાં ઘટાડો થયો હતો. કોમેક્સ પર સોનું 2,680.50 ડોલર પ્રતિ ઔંસ પર ખુલ્યું. અગાઉનો બંધ ભાવ 2,668.10 ડોલર પ્રતિ ઔંસ હતો. 5.60 ડોલરના વધારા સાથે 2,673.70 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ કરી રહ્યો હતો.
કોમેક્સ પર ચાંદીનો વાયદો $31.94 પર ખૂલ્યો હતો, જે અગાઉનો બંધ ભાવ 31.81 ડોલર હતો. ત્યારબાદ છેલ્લે 0.01 ડોલરના ઘટાડા સાથે 31.80 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ કરી રહ્યું હતું.