25.5 C
Surat
Reg. License No. 20/22
ગુરુવાર, ઓક્ટોબર 10, 2024
25.5 C
Surat
ગુરુવાર, ઓક્ટોબર 10, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeગુજરાતસૌરાષ્ટ્રનો સૌથી મોટો ડેમ થયો ઓવરફ્લો, 20 દરવાજા 1 ફૂટ ખોલ્યા, 17...

સૌરાષ્ટ્રનો સૌથી મોટો ડેમ થયો ઓવરફ્લો, 20 દરવાજા 1 ફૂટ ખોલ્યા, 17 ગામોને કરાયા એલર્ટ | Shetrunji Dam in the district is 33 1 feet full will overflow at 34 feet



Shetrunji Dam  :  સૌરાષ્ટ્રનો સૌથી મોટો અને ભાવનગર જિલ્લાની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમમાં ઉપરવાસમાંથી પાણીની આવક શરૂ હોવાથી ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. ગત શનિવારે મોડીરાત્રીના શેત્રુંજી ડેમ 90 ટકા ભરાય ગયો હતો તેથી નીચાણવાળા વિસ્તારોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી હતી. આજે સોમવારે શેત્રુંજી ડેમની સપાટી 34 ફૂટે પહોંચતા નીચાણવાળા 17 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. હાલ ઉપરવાસમાંથી પાણીની આવક યથાવત રહેતાં ડેમના 20 દરવાજા 1 ફૂટ ખોલી ડેમમાંથી પાણી છોડાવવામાં આવ્યું છે. 

કેટલાક દિવસથી વરસાદી માહોલ ફરી જામતા ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકાના શેત્રુંજી ડેમમાં ઉપરવાસમાંથી વરસાદી પાણીની આવક શરૂ થઈ છે, જેના પગલે ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. ગત શનિવારે શેત્રુંજી ડેમમાં 30,350 ક્યુસેક પાણીની આવક શરૂ હોવાથી રાત્રીના 2 કલાકના સમય આસપાસ ડેમ 90 ટકા ભરાય ગયો હતો અને ડેમની સપાટી 32.3 ફૂટે પહોંચી હતી પરંતુ ત્યારબાદ રાત્રીના 4 કલાકે પાણીની આવક ઘટીને 16,232 થઈ હતી, સવારે 6 કલાકે પાણીની આવક ઘટીને 8,117 ક્યુસેક થઈ હતી. 

શેત્રુંજી ડેમના 20 દરવાજા 1 ફૂટ ખોલ્યા

રવિવારે સાંજના સમયે શેત્રુંજી ડેમમાં 8,117 ક્યુસેક પાણીની આવક યથાવત હતી, જેના પગલે ડેમની સપાટી 33.1 ફૂટે પહોંચી હતી. શેત્રુંજી ડેમમાં હાલ બે કલાકે 1 ઇંચ પાણીની સપાટી વધી રહી હતી. આજે સોમવારે શેત્રુંજી ડેમની સપાટી 34 ફૂટે પહોંચતા નીચાણવાળા 17 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. હાલ ઉપરવાસમાંથી પાણીની આવક યથાવત રહેતાં ડેમના 20 દરવાજા 1 ફૂટ ખોલી ડેમમાંથી પાણી છોડાવવામાં આવ્યું છે. 

છેલ્લા કેટલાક વર્ષથી શેત્રુંજી ડેમ છલકાય રહ્યો છે તેથી ચાલુ વર્ષે પણ ડેમ છલકાય તેની લોકો આતૂરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, શેત્રુંજી ડેમમાંથી ભાવનગર શહેરના ઘણા વિસ્તારને પીવાનું પાણી આપવામાં આવે છે. આ ઉપરાંત તળાજા સહિતના કેટલાક વિસ્તારમાં કેનાલ મારફત સિંચાઈ માટે શેત્રુંજી ડેમમાંથી પાણી આપવામાં આવતું હોય છે. શેત્રુંજી ડેમ હવે છલકાવવાની તૈયારી છે તેથી લોકોમાં આનંદની લાગણી ફરી વળી છે અને ડેમ ઝડપથી છલકાય તે માટે લોકો પ્રાર્થના કરી રહ્યા હતા.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય