લગ્નની સિઝન ચાલી રહી છે. ત્યારે સોનુ અને ચાંદી ભારે ડિમાન્ડમાં તો રહેવાના છે. તો સામે ભાવ પણ એટલો જ જોવા મળી રહ્યો છે. છેલ્લા ઘણા દિવસોથી સોના ચાંદીના ભાવમાં તેજી આવી રહી છે. ત્યારે 25 નવેમ્બરની વાત કરીએ તો આજે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.
25 નવેમ્બરે સોનાનો કેટલો ભાવ ?
ભારતીય બુલિયન માર્કેટમાં સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. જોકે, શુદ્ધ સોનાની કિંમત 76 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામથી વધુ છે, જ્યારે ચાંદીની કિંમત 89 હજાર રૂપિયા પ્રતિ કિલોથી વધુ છે. રાષ્ટ્રીય સ્તરે 999 શુદ્ધતાના 24 કેરેટ 10 ગ્રામ સોનાની કિંમત 76698 રૂપિયા છે. જ્યારે 999 શુદ્ધતા ચાંદીની કિંમત 89088 રૂપિયા પ્રતિ કિલો છે.
કેટલુ થયુ સસ્તુ સોનું ?
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનના જણાવ્યા અનુસાર શુક્રવારે સાંજે 24 કેરેટ શુદ્ધ સોનાની કિંમત 77787 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતી જે આજે (સોમવાર) સવારે સસ્તી થઈને 76,698 રૂપિયા થઈ ગઈ છે. એ જ રીતે શુદ્ધતાના આધારે સોનું અને ચાંદી બંને સસ્તા થયા છે.
શહેરનું નામ | 22 કેરેટ ગોલ્ડ રેટ | 24 કેરેટ ગોલ્ડ રેટ |
દિલ્હી | 72,150 | 78,700 |
મુંબઈ | 72,200 | 78,550 |
કોલકાતા | 72,000 | 78,550 |
અમદાવાદ | 72,050 | 78,600 |
વડોદરા | 72050 | 78,600 |
7 દિવસથી ભાવ વધી રહ્યા હતા
આજના ઘટાડાને બાજુ પર રાખીને 24 નવેમ્બરના રેટ પર નજર કરીએ તો છેલ્લા એક સપ્તાહમાં સોનાની કિંમતમાં 3990 રૂપિયાનો વધારો થયો છે. સોના ઉપરાંત ચાંદીના ભાવમાં પણ જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. ચાંદીના ભાવની વાત કરીએ તો છેલ્લા એક સપ્તાહમાં 2500 રૂપિયા પ્રતિ કિલોનો વધારો જોવા મળી શકે છે. 24 નવેમ્બર સુધી ચાંદી 92000 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી હતી.
મિસ્ડ કોલથી જાણો કિંમત
22 કેરેટ અને 18 કેરેટ સોનાના દાગીનાના છૂટક દરો જાણવા માટે, તમે 8955664433 પર મિસ્ડ કૉલ કરી શકો છો. થોડા સમયની અંદર એસએમએસ દ્વારા દરો ઉપલબ્ધ થશે. આ ઉપરાંત, સતત અપડેટ્સ વિશેની માહિતી માટે, તમે www.ibja.co અથવા ibjarates.com ની મુલાકાત લઈ શકો છો.