ભારતીય ટીમનો ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી નહીં રમે. સાઉદી અરેબિયાના જેદ્દાહમાં યોજાયેલી IPLના ઓક્શનમાં તેને ગુજરાત ટાઈટન્સે રૂ. 12.25 કરોડમાં ખરીદ્યો હતો. સિરાજ જે રીતે સફળતાની સીડીઓ ચડી રહ્યો છે તે ખરેખર વખાણવા લાયક છે.
મોહમ્મદ સિરાજે આ સ્થાન સુધી પહોંચવા માટે ખૂબ જ મહેનત કરી છે. સિરાજે આજે જે કંઈ હાંસલ કર્યું છે તે ચોક્કસપણે પ્રેરણાદાયી છે. એક તરફ મોહમ્મદ સિરાજ ક્રિકેટના મેદાન પર પોતાની પ્રતિભા બતાવી રહ્યો છે, તો બીજી તરફ સોશિયલ મીડિયા પર તેના વિશે ઘણી ચર્ચાઓ થઈ રહી છે, જે તેના અંગત જીવન સાથે જોડાયેલી છે.
એક્ટ્રેસ સાથે જોડાયું નામ
સિરાજનું નામ ટીવી એક્ટ્રેસ માહિરા શર્મા સાથે જોડવામાં આવી રહ્યું છે, કારણ કે આ ફાસ્ટ બોલરે તેની સોશિયલ મીડિયા પોસ્ટને લાઈક કરી છે. આ કારણોસર, સોશિયલ મીડિયા યુઝર્સ બંને વચ્ચે શું ચાલી રહ્યું છે તે વિશે અનુમાન લગાવી રહ્યા છે.
મોહમ્મદ સિરાજે માહિરા શર્માની પોસ્ટ કરી લાઈક
જ્યારથી મોહમ્મદ સિરાજે માહિરા શર્માની પોસ્ટ લાઈક કરી છે ત્યારથી તેના વિશે સતત ચર્ચા ચાલી રહી છે. ફેન્સ માને છે કે બંને વચ્ચે કંઈક ચાલી રહ્યું છે. ફેન્સ પણ મોહમ્મદ સિરાજને વિવિધ પ્રકારના પ્રશ્નો પૂછતા જોવા મળે છે. પરંતુ આ બંને વિશે કંઈપણ કહેવું વહેલું ગણાશે.
કોણ છે માહિરા શર્મા?
માહિરા શર્મા એક એક્ટ્રેસ મોડલ છે. માહિરાનો જન્મ જમ્મુમાં થયો હતો. માહિરાએ 17 વર્ષની ઉંમરે મોડલિંગ શરૂ કર્યું હતું. તેણે ટીવી પર ‘યારોં કા ટશન’ શોથી ડેબ્યૂ કર્યું હતું. માહિરાને ડાન્સ અને મ્યુઝિકનો પણ ઘણો શોખ છે. તે પંજાબી ગીત ‘લહેંગા’માં પણ જોવા મળી છે. એક સમયે તે પારસ છાબરા સાથે રિલેશનશિપમાં હતી પરંતુ હવે બંનેનું બ્રેકઅપ થઈ ગયું છે. થોડા સમય પહેલા પારસે કહ્યું હતું કે તેની અને માહિરા વચ્ચે કોઈ સંબંધ નથી.