નવી દિલ્હી : વર્તમાન નાણાકીય વર્ષના જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી)ના વૃદ્ધિ દરમાં તીવ્ર ઘટાડો થયો હોવા છતાં, ભારતીય કોર્પોરેટ જગતને વિશ્વાસ છે કે નાણાકીય વર્ષના બીજા ભાગમાં વૃદ્ધિ દર ઝડપી બનશે.
Q૨FY૨૫ માટે જીડીપીના આંકડા ચોમાસાની અસ્પષ્ટતા તેમજ શહેરી વિસ્તારોમાં અપેક્ષિત કરતાં ધીમી વપરાશ વૃદ્ધિ દર્શાવે છે. રિટેલ અને માઈનિંગ અને ઓટોમોબાઈલ સહિત તમામ ઉદ્યોગોમાં તેની અસર જોવા મળી છે. શહેરી માંગ ઓછી છે પરંતુ ગ્રામીણ માંગમાં સુધારો જોવા મળી રહ્યો છે.