– લાલપુર પાસે ૭૫૦ લિટર ડીઝલ લૂંટાયાના બનાવને ભેદ ઉકેલાયો
– અજાણ્યા શખ્શો કચ્છી ભાષા બોલતા હોવાથી જાગેલી શંકા સાચી ઠરી, સીસીટીવી ફુટેજના આધારે સ્કોર્પીયોમાંથી બેની ધરપકડ, કુલ ૧૦ લાખનો મુદામાલ કબ્જે
ભુજ: મોરબી જિલ્લામાં વાહનોમાંથી ડિઝલ લૂંટતી કચ્છની ગેંગ પકડાઈ છે. કચ્છની કુખ્યાત ગેંગના બે શખ્શોને પોલીસે પકડી પાડયા છે. જયારે ગેંગના અન્ય શખ્શોના નામ ખુલવા પામ્યા છે. તાજેતરમાં મોરબી વાંકાનેર હાઈવે પર રાત્રીના ટ્રક ડ્રાઈવરોને છરી બતાવીને ૭૫૦ લિટર ડીઝલની લૂંટ કરવામાં આવી હતી.