21 C
Surat
Reg. License No. 20/22
મંગળવાર, જાન્યુઆરી 14, 2025
21 C
Surat
મંગળવાર, જાન્યુઆરી 14, 2025
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
HomeગુજરાતBhavnagarમાં સરકારી યોજનાનો લાભ લેવા રચ્યું કાવતરું, ઓડિટ તપાસમાં ફૂટ્યો છેતરપિંડીનો ભાંડો

Bhavnagarમાં સરકારી યોજનાનો લાભ લેવા રચ્યું કાવતરું, ઓડિટ તપાસમાં ફૂટ્યો છેતરપિંડીનો ભાંડો


ગુજરાતમાં સરકારી યોજનાનો દુરુપયોગ થઈ રહ્યો છે. ભાવનગરમાં સરકારી યોજનાનો લાભ લેવા ષડયંત્ર રચાયું.બેન્ક લોન લીધા બાદ ભરપાઈ ના કરતા છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ. બેન્ક લોન લઈ સરકારી યોજનાનો લાભ લેવા 24 લોકો દ્વારા પૂર્વ આયોજિત કાવતરું રચવામાં આવ્યું. જો કે ઓડિટ તપાસમાં ભાંડો ફૂટતો સમગ્ર હકીકત બહાર આવી. જેના બાદ BOBના રિજીયોનલ ઓફિસરે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી. પોલીસે કાર્યવાહી કરી.

ઓડિટ તપાસમાં ફૂટયો છેતરપિંડીનો ભાંડો

પ્રાપ્ત વિગત મુજબ ભાવનગરના ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં બેન્ક લોન લઈ તેની ભરપાઈ ના કરતા છેતરપિંડી મામલે 24 લોન ધારક સહિત કુલ 28 સામે પોલીસ ફરિયાદ નોંધાઈ. છેતરપિંડીની તપાસ કરતા પોલીસને વધુ વિગતો મળી. પોલીસને જાણવા મળ્યું કે 24 લોકોએ લઘુ ઉદ્યોગ માટે નાણાકીય સહાય મેળવવા સરકારી યોજનાની સબસીડી મેળવવા બેન્કમાં અરજી કરી હતી. રાજ્ય સરકારની લઘુ ઉદ્યોગ માટે અપાતી સબસિડીનો આર્થિક ફાયદો મેળવવા આ લોકોએ બનાવટી બિલ અને કોટેશન બેન્કમાં રજૂ કર્યા હતા. આ દસ્તાવેજોના આધારે તેમને ઉદ્યોગ માટે સરકારની સબસિડી મળી. જો કે લોન લીધા બાદ લાંબા સમય સુધી તેને ભરપાઈ કરવામાં આવી નહોતી. લોનના હપ્તા ભરવા આ લોકો ગલ્લાં તલ્લાં કરવા લાગ્યા. બેન્ક દ્વારા 2023માં ઓડિટ તપાસ કરવામાં આવી. અને તેમાં 24 લોકોએ લઘુ ઉદ્યોગની સબસિડીનો ગેરલાભ લીધો હોવાનો ભાંડો ફૂટયો.જેના બાદ બેંક અધિકારીએ પોલીસ ફરિયાદ કરી.

સરકારી યોજનાનો લાભ લેવા પૂર્વ આયોજિત કાવતરું 

24 લોકોએ સરકારી યોજનાનો લાભ લેવા પૂર્વ આયોજિત કાવતરું રચ્યું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું. ભાવનગરના ઘોઘારોડ પોલીસે છેતરપિંડીની ઘટનામાં તત્કાલિન બેન્ક મેનેજર શિવશંકર સહિત 4 આરોપીને ઝડપ્યા. 24 લોકોએ પૂર્વ આયોજિત કાવતરું રચી બેન્ક સાથે ઠગાઈ કરી. જેમાં બેન્કના 2 કર્મચારી અને 2 એજન્ટ પણ સામેલ હતા.પોલીસે હિતેશ ગળચર, રમેશ જાવીયાની અને આ ઉપરાંત ક્રેડિટ ઓફિસર પ્રદીપ મારુ અને 2 એજન્ટ પણ કાવતરામાં સામેલ હોવાથી તેમની પણ અટકાયત કરી. લઘુ ઉદ્યોગ માટે સરકાર દ્વારા આર્થિક સહાય કરવામાં આવે છે. જે લોકો પાસે ટેલેન્ટ હોય પરંતુ નાણાંના અભાવે પાછા પડતા હોય તેમને મદદ કરવા સરકાર દ્વારા સહાય પૂરી પાડવામાં આવે છે. પરંતુ લોકો આવી સરકારી સહાયનો પણ ગેરલાભ ઉઠાવવા લાગતા હવે સરકાર લઘુ ઉદ્યોગ માટે અપાતી સબસિડી મામલે વધુ કડક વલણ અપનાવી શકે છે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય