23.5 C
Surat
Reg. License No. 20/22
શુક્રવાર, ડિસેમ્બર 27, 2024
23.5 C
Surat
શુક્રવાર, ડિસેમ્બર 27, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeગુજરાતગાંધીનગરગાંધીનગર ડેપોને દિવાળી પર્વમાં રૃપિયા 24 લાખની આવક | Gandhinagar depot earns...

ગાંધીનગર ડેપોને દિવાળી પર્વમાં રૃપિયા 24 લાખની આવક | Gandhinagar depot earns Rs 24 lakhs in Diwali festival



૬ દિવસ સુધી બસ દોડાવવામાં આવી

ડેપો તંત્ર દ્વારા તહેવાર નિમિત્તે વિવિધ રૃટ ઉપર ૩૪૨ ટ્રીપનું સંચાલન કરાયું હતું

ગાંધીનગર :  દિવાળીના દિવસોમાં નગરજનોને અવરજવર કરવામાં સરળતા મળી શકે
તે માટે ડેપો તંત્ર દ્વારા એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવ્યું હતું.જેનો
મુસાફરોએ પણ લાભ લીધો હતો. ગાંધીનગરથી રાજ્યના વિવિધ વિસ્તારો તરફ બસ દોડાવવામાં
આવી હતી.તે અંતર્ગત  છ દિવસ સુધી વિવિધ રૃટ
ઉપર બસનું સંચાલન કરાયું હતું. જેના થકી રૃપિયા ૨૪ લાખની આવક પ્રાપ્ત થઈ છે.

ગાંધીનગર એસ.ટી ડેપો દ્વારા દિવાળીના પર્વને ધ્યાને રાખી
વધારાની બસોનું સંચાલન કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું.શહેરમાં વસવાટ કરતા
નગરજનોને વતન તરફ તેમજ ધામક સહિત અન્ય સ્થળોની મુલાકાતે  આવન- જાવનમાં સાનુકૂળતા મળી શકે તે પ્રકારે
સુવિધા પૂરી પાડવામાં આવી હતી
.અગિયારસના
દિવસથી દિવાળી પર્વનો પ્રારંભ થયો હતો.ત્યારે ગાંધીનગર એસ.ટી ડેપો દ્વારા
એક્સ્ટ્રા બસ વિવિધ રૃટ ઉપર દોડાવવામાં આવી હતી.

સૌરાષ્ટ્ર,
કચ્છ તથા દક્ષિણ અને ઉત્તરગુજરાતના રૃટ ઉપર આ દિવસો દરમિયાન એક્સ્ટ્રા બસ અવરજવર
કરી હતી.જે અંતર્ગત ૨૭ ઓક્ટોબરથી ૬ દિવસ સુધી રાજ્યના વિવિધ વિસ્તારમાં મુસાફરની માંગને
ધ્યાને રાખીને બસ દોડાવવામાં આવી હતી. તો ટિકિટ બુકિંગ પણ કરાવવામાં પણ ભારે ધસારો
જોવા મળ્યો હતો.જેથી મુસાફરોને પણ આવનજાવનમાં કોઈપણ પ્રકારની મુશ્કેેલી ના પડે તે પ્રકારે
વ્યવસ્થા હાથ ધરીને બસનું સંચાલન દિવાળી પર્વમાં ગાંધીનગર ડેપો દ્વારા કરવામાં આવ્યું
હતું.

આ દિવસો દરમિયાન ૩૪૨ ટ્રીપનું સંચાલન કરાયું હતું. જેનો ૧૧,૦૦૦થી વધુ
મુસાફરોએ લાભ લીધો હતો. દિવાળી તહેવાર નિમિત્તે એક્સ્ટ્રા બસોનું સંચાલન કરીને
ગાંધીનગર ડેપોએ રૃપિયા ૨૪
,૦૨,૦૬૪ આવક પ્રાપ્ત
કરી છે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય