રાજકોટની કંપની અને શખ્સ વિરુદ્ધ બે અલગ અલગ ગુનો નોંધાયો
ગાંધીધામ: રાજકોટની કંપનીએ ગાંધીધામનાં બે ટ્રાન્સપોર્ટરનાં વાહન પેટે ભાડાનાં કુલ ૩૧.૩૧ લાખ રૂપિયા ન ચૂકવી તેમના સાથે ઠગાઇ કરી છે. જેમાં રાજકોટ રહેતા શખ્સ અને તેની કંપનીએ વર્ષ ૨૦૨૨માં ગાંધીધામનાં બે અલગ અલગ ટ્રાન્સપોર્ટરનાં કન્ટેનર અને ટ્રેઈલર ભાડે લઇ અને ચલાવી અને ભાડા પેટે નીકળતા રૂપિયા આજ દિન સુધી બે ટ્રાન્સપોર્ટરને ચૂકવી ન આપતાં તેમના વિરુદ્ધ પોલીસ મથકે બે અલગ અલગ ફરિયાદ નોંધાઈ છે.
ગાંધીધામનાં શક્તિનગરમાં રહેતા ધીરજ સત્યપાલ શર્માએ ફરિયાદ નોંધાવતા જણાવ્યુ હતુ કે, રાજકોટ રહેતા આરોપી યોગેન્દ્ર માલુ અને રાજ એન્ડ કંપનીના માલિકને ફરિયાદીએ ગત ૧૨ માર્ચ ૨૦૨૨ થી ૨૮ એપ્રિલ ૨૦૨૨ દરમિયાન પોતાની કંપની આઈ.