– નકલી રેડથી તપાસ કરી અસલી ઈડીની રેડ કરાવી ૧૦ કરોડ મેળવવા હતા
– સોનીની દુકાન અને ઘરેથી બાવીસ લાખના દાગીના ચોર્યા હતા
ગાંધીધામ: બોલિવૂડ મૂવી સ્પેશિયલ ૨૬ ની માફક ગાંધીધામમાં સોની વેપારીને દબાવી તેના પાસેથી નાણાં અને દાગીના પડાવી લેવા માટે નકલી ઈડી ના અધિકારીઓ દ્વારા ખોટો દરોડો પાડવામાં આવ્યો હતો. અમદાવાદ, ભુજ અને ગાંધીધામના ૧૩ લોકોની નકલી ઈ.ડી. ટીમમાં સામેલ અમદાવાદની એકમાત્ર મહિલાએ સોનાના દાગીના ચોરી કરી લીધા હતાં.