બહુચરાજી શ્રી 72 ચુંવાળ કડવા પાટીદાર પ્રગતિ મંડળનો બેચરાજી શારદા સ્કૂલના પાર્ટી પ્લોટમાં રવિવારના રોજ સ્નેહ મિલન કાર્યક્રમ યોજાઈ ગયો. બેચરાજી શહેરમાં વસતા 72 સમાજ પાટીદારના 270 જેટલા પરિવારના 900 જેટલા સભ્યો સ્નેહ મિલન કાર્યક્રમમાં જોડાયા હતા.
આ કાર્યક્રમમાં વર્ષ દરમિયાન જન્મેલ 9 દીકરીઓનું તેમની માતા સાથે શણગારેલ ટ્રેક્ટર તથા બગીમાં ડીજે સાથે વરઘોડો કાઢી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. તથા જન્મેલ તમામ નવ દીકરીઓને પટેલ હરિભાઈ ચેલદાસ તરફ્થી 10 હજારના બચતપત્ર અર્પણ કરવામાં આવ્યા હતા. તેમજ અન્ય દાતાઓએ દીકરીઓનું લક્ષ્મી અવતરણ નિમિત્તે તેમજ સમાજના તેજસ્વી તારલાઓને ભેટ આપી સન્માન કર્યું હતું.આ પ્રસંગે સન્માન સમારંભના અધ્યક્ષ સ્થાને પટેલ રાજેશભાઈ લાલજીભાઈ (સીતાપુર વાળા) તથા અન્ય મુખ્ય મહેમાન તરીકે 72 સમાજના પ્રમુખ દિનેશભાઈ પટેલ (ઓઢવપુર વાળા) મંત્રી પટેલ ભગવાનભાઈ સોમદાસ( ચડાસણા), પટેલ અમૃતભાઈ(બાંટાઈ) પ્રમુખ ઉમિયા એજ્યુકેશન ટ્રસ્ટ અમદાવાદ,ડોક્ટર માધુભાઈ પટેલ, અમૃતભાઈ પટેલ (ઝાંઝરવા) સહિતના સમાજના આગેવાનો હાજર રહ્યા હતા. આ પ્રસંગના ભોજન દાતા પટેલ દિનેશભાઈ ભગવાનદાસ રહ્યાં હતાં.સમગ્ર કાર્યક્રમને સફ્ળ બનાવવા 72 પ્રગતિ મંડળના પ્રમુખ શ્રી વિષ્ણુભાઈ ચેલદાસ પટેલ સહિતના હોદ્દેદારોએભારે જહેમત ઉઠાવી હતી.