મુંબઈ : વર્તમાન વર્ષમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઈઆઈ)એ ઓઈલ એન્ડ ગેસ ક્ષેત્ર તથા નાણાંકીય સેવા ક્ષેત્રની કંપનીઓમાંથી જંગી રોકાણ પાછુ ખેંચી લીધું હોવાનું પ્રાપ્ત ડેટા પરથી કહી શકાય એમ છે. વર્તમાન વર્ષના જાન્યુઆરીથી ઓકટોબરના ગાળામાં વિદેશી રોકાણકારોએ ફાઈનાન્સિઅલ સેવા ક્ષેત્રની કંપનીઓમાંથી રૂપિયા ૬૩૮૭૧ કરોડ અને ઓઈલ એન્ડ ગેસ ક્ષેત્રની કંપનીઓમાંથી એકંદરે રૂપિયા ૩૨૦૦૦ કરોડનું રોકાણ પાછુ ખંચી લીધું છે.
ઓકટોબરમાં જંગી વેચવાલી બાદ વર્તમાનમહિનામાં વિદેશી રોકાણકારોની દેશની ઈક્વિટી કેસમાં વેચવાલી મંદ પડી છે.
ક્રુડ તેલના ભાવમાં વોલેટિલિટીને પરિણામે સપ્ટેમ્બર ત્રિમાસિકમાં ઓઈલ એન્ડ ગેસ ક્ષેત્રની કંપનીઓના અર્નિંગ્સમાં વાર્ષિક ધોરણે ૨૬ ટકા ઘટાડો થયો છે.