King Charles News | હિઝમેજેસ્ટી કિંગ ચાર્લ્સ-થર્ડના રાજ્યાભિષેક માટે આશરે ૯૦.૭ મિલિયન પાઉન્ડનો ખર્ચ થયો છે. આથી બ્રિટનમાં બબાલ શરૂ થઈ ગઈ છે. બ્રિટનમાં રાજાશાહીનો વિરોધ કરનારાઓએ ગત વર્ષે યોજાયેલા આ કાર્યક્રમમાં થયેલા ખર્ચાનો વિરોધ કર્યો છે.
બ્રિટિશ ગવર્નમેન્ટે પ્રસિદ્ધ કરેલા સત્તાવાર આંકડા પ્રમાણે સંસ્કૃતિ, મીડીયા અને રમત-ગમત વિભાગે આ કાર્યક્રમમાં ભારે ખર્ચા કરાવ્યા છે.