શહેરમાં સામૂહિક દૂષ્કર્મની કલંકિત ઘટના બનતાં પરિવારજનો સ્તબ્ધ
મહિલાને મકાનમાં લઈ જઈ વાળ પકડી, બચકાં ભરી, જાનથી મારી નાખવાની ધમકી આપી કાળું કૃત્ય કરતાં સામાજિક ફીટકાર
અમરેલી: મહિલાઓ અને દીકરીઓની સલામતીના કથિત દાવાઓ વચ્ચે અમરેલીના મોટી કુંકાવાવ માં ૨૧ વર્ષીય યુવતીને લગ્નની લાલચ આપી ચાર નરાધમોએ પીંખી નાખી હતી.આ અંગે પોલીસે અનીલ અને સોમા નામના બે આરોપીઓને હસ્તગત કરી લઇ તપાસ હાથ ધરી હતી.
પ્રાપ્ત માહિતી પ્રમાણે,અમરેલી જિલ્લાના મોટી કુંકાવાવ ગામે લગ્નની લાલચ આપીને ચાર નરાધમોએ યુવતી પર સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું.