– લોકલ ક્રાઇમ બ્રાન્ચને થાપ આપી બુટલેગર અંધારામાં નાસી છૂટયો
– સ્કૂટર પર કોથળા રાખી શખ્સ દારૂનો વેપલો કરતો હતો,પોલીસે દારૂ, સ્કૂટર મળી રૂ. 68 હજારનો મુદ્દામાલ કબ્જે લીઘો
ભાવનગર : શહેરના આનંદનગર, દિપકચોક, જાહેર રોડ પર સ્કૂટર પર વિદેશી દારૂનો વેપલો ચાલતો હોવાની માહિતીના આધારે લોકલ ક્રાઇમ બ્રાન્ચે દરોડો કર્યો ત્યારે વેપલો કર્યો શખ્સ અંધારામાં નાસી છૂટયો હતો.જ્યારે પોલીસે વિદેશી દારૂ અને સ્કૂટર કબજે લઇ વધુ તપાસ હાથ ધરી છે.