પોર્ટુગલના સ્ટારનો ક્રિસ્ટિયાનો રોનાલ્ડો 40 વર્ષની વયે પણ સહેજ પણ ધીમો પડયો નથી અને પ્રત્યેક મેચમાં તે પોતાના ગોલની સંખ્યા વધારતો જાય છે. રોનાલ્ડોની ક્લબ અલ નાસરે એફએસી ચેમ્પિયન્સ લીગના ઇલિટ ગ્રૂપની મેચમાં અલ ઘરાફાને 3-1થી પરાજય આપ્યો હતો.
આ મેચમાં રોનાલ્ડોએ બે ગોલ કર્યા હતા અને આ સાથે અલ નાસર લીગમાં નોકઆઉટ તબક્કામાં પોતાનું સ્થાન નિશ્ચિત કરવાના આરે પહોંચી ગઇ છે. રોનાલ્ડોએ 46મી મિનિટે પ્રથમ ગોલ કરીને અલ નાસરને 1-0થી આગળ કરી દીધી હતી. એન્જેલો ગેબ્રિયલે 58મી મિનિટે ગોલ કર્યાના છ મિનિટ બાદ રોનાલ્ડોએ પોતાનો બીજો ગોલ કરીને ટીમનો સ્કોર 3-0ના કર્યો હતો. અલ ઘરાફા માટે જોસેલુએ 75મી મિનિટે ગોલ કરીને પરાજયનું અંતર ઓછું કર્યું હતું.