સ્પીકિંગ ટાઈગર બુક્સ દ્વારા પ્રકાશિત ઉપમન્યુ ચેટર્જી દ્વારા લખાયેલ લોરેન્ઝો સર્ચેસ ફોર ધ મીનિંગ ઓફ્ લાઈફ્ને સાહિત્ય માટે 2024ના JCB પ્રાઈઝના વિજેતા જાહેર કરાયા છે. સાથે રૂા.25 લાખનો પુરસ્કાર પણ આપવામાં આવેલ છે.
આ કાર્યક્રમનું આયોજન JCB ઈન્ડિયા હેડક્વાર્ટર, બલ્લભગઢ ખાતે કરાયું હતું. ઉપમન્યુ ચેટરજીને એનાયત કરાયેલ પ્રતિષ્ઠિત ટ્રોફી, દિલ્હી સ્થિત કલાકાર જોડી ઠુકરાલ અને ટાગરાની શિલ્પ છે, જેનું શીર્ષક ક્ષ્મિરર મેલ્ટિંગખ્ છે.
આ પ્રતિષ્ઠિત એવોર્ડ દીપક શેટ્ટી, સીઈઓ અને એમ.ડી, જેસીબી ઈન્ડિયા દ્વારા જેસીબીના ચેરમેન લોર્ડ બેમફોર્ડ વતી અર્પણ કરાયો હતો. આ કાર્યક્રમમાં દીપક શેટ્ટીએ કહ્યું હતું કે, ભારતીય સાહિત્યની ભારતીયતાની ઉજવણી કરવા માટે લોર્ડ બેમફોર્ડ દ્વારા સાહિત્ય માટેના JCB પ્રાઈઝની કલ્પના કરાઈ હતી. વર્ષોથી પુરસ્કારોએ સૌથી વધુ વૈવિધ્યસભર કાર્યો આકર્ષ્યા છે અને આ વર્ષે પણ તે જાળવી રખાયું છે. આ પ્રસંગે, સમગ્ર JCB પરિવાર વતી, તેમણે ઉપમન્યુ ચેટરજીના લોરેન્ઝો સર્ચ ફોર ધ મીનિંગ ઓફ્ લાઈફ્ને અભિનંદન પાઠવ્યા હતા.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પ્રકાશકો ઉચ્ચ ગુણવત્તાવાળા અનુવાદોને સમર્થન અને પ્રોત્સાહન આપવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. જેથી આ કૃતિઓ તેમની પસંદગીઓને અનુરૂપ પ્લેટફોર્મ દ્વારા વૃદ્ધ અને નાના બંને વાચકો માટે સુલભ થઈ શકે. લેખન અને સાહિત્યિક વપરાશ બંને માટે ભારતનો વિકસતો અભિગમ ભવિષ્યમાં કેટલાક રોમાંચક વાંચન અનુભવોનું વચન આપે છે.