Pushpa 2 Release : વડોદરા શહેરના માંજલપુર વિસ્તારના યુવા મોલ માં આવેલા મલ્ટિપ્લેક્સ થિયેટરમાં આજે સવારે 06:00 વાગ્યાનો પુષ્પા પિક્ચરનો શો હતો પરંતુ તેને પ્રિન્ટ મોડી આવવાને કારણે બે કલાક સુધી શો શરૂ થયો નહીં જેથી પ્રેક્ષકોએ હોબાળો મચાવી ટિકિટના પૈસા પરત માંગ્યા હતા. તો બીજી બાજુ થિયેટરના સંચાલકોએ પોલીસ બોલાવવાની ફરજ પડી હતી જેથી મામલો શાંત પડ્યો હતો.
દક્ષિણ ભારતના ફિલ્મી કલાકાર અલ્લુ અર્જુનનું પુષ્પા પિક્ચર થોડા વર્ષ અગાઉ સફળતા મેળવી હતી. ત્યારબાદ આજે સમગ્ર દેશમાં પુષ્પા ભાગ બે રિલીઝ થયું હતું. જેના શો ગઈકાલે રાત્રે 12 વાગ્યાથી જ શરૂ થઈ ગયા હતા અને ટિકિટના દર પણ રોજબરોજ કરતા ત્રણ ગણા રાખવામાં આવ્યા હતા.