Fake ED Team : ગુજરાતમાં નકલી જજ, કોર્ટ, પોલીસ, PMO અધિકારી સહિત નકલીની ભરમાર વચ્ચે કચ્છમાંથી નકલી એન્ફોર્સમેન્ટ ડિરોક્ટોરેટ (ED) અધિકારીની ટીમ ઝડપાઈ છે. આ નકલી EDની ટીમ મોટા વેપારી અને ઉદ્યોગપતિઓને ધમકાવી તોડ કરતા હોવાની જાણકારી મળી છે. જેમાં પૂર્વ કચ્છ LCB અને એ ડિવિઝન દ્વારા નકલી EDની ગેંગના આઠથી વધુ શખસોને ઝડપી પાડ્યા હોવાના જાણકારી મળી રહી છે.
નકલી EDની ટીમ ઝડપાઈ
મળતી માહિતી મુજબ, કચ્છના ગાંધીધામ સહિતના વિસ્તારોમાં EDના નકલી અધિકારીઓ વેપારીઓ અને ઉદ્યોગપતિઓને શિકાર બનાવતા.