શિયાળાની સિઝન ચાલી રહી છે તેવામાં ચહેરાની ત્વચા શિષ્ક થઈ જતી હોય છે તમારા ચહેરાની ચમક ગુમાવી છે? જો હા, તો તમે બીટરૂટમાં આ 2 વસ્તુઓ મિક્સ કરીને તમારા ચહેરા પર લગાવી શકો છો.
બીટરૂટમાં જોવા મળતા તત્વો તમારા સ્વાસ્થ્ય માટે જ ફાયદાકારક સાબિત પણ થઈ શકે છે? બીટરૂટ ત્વચાના સ્વાસ્થ્યને સુધારવામાં પણ ફાયદાકારક સાબિત થઈ શકે છે. તો ચાલો જાણીએ કે તમારી ત્વચાની સંભાળ બીટરૂટથી કઈ રીતે થઈ શકે છે તેના વિશે જાણીએ.
બીટરૂટનો ફેસ પેક બનાવો.
સૌપ્રથમ બીટરૂટ ફેસ પેક બનાવવા માટે બીટરૂટને સારી રીતે ધોઈ લો ત્યારબાદ તેમાંથી રસ કાઢી લેવો તેને ઘસીને અથવા તો પીસીને. આ પછી તેમાં બે ચમચી દહીં અને એક ચમચી મધની જરૂર પડશે. આ ત્રણ વસ્તુઓને એક બાઉલમાં લઈ લો અને તેને સારી રીતે મિક્સ કરી દો. આ પેસ્ટની મદદથી તમે તમારી ત્વચાને ઘણા ફાયદા આપી શકો છો. ખીલ અને પિમ્પલ્સને ઘટાડવા માટે બીટરૂટનો ઉપયોગ કરી શકાય છે
કેવી રીતે ઉપયોગ કરવો?
આ ફેસ પેકને તમારા ચહેરા અને ગરદનના આખા ભાગ પર સારી રીતે લગાવી દો જો સારું પરિણામ મેળવવા માંગો છો, તો તમારે આ માસ્કને લગભગ 15 થી 20 મિનિટ સુધી રાખવું પડશે. ત્યારબાદ તમે તમારા ચહેરાને હૂંફાળા પાણીથી ધોઈ લો. ગ્લોઈંગ સ્કિન મેળવવા માટે તમે અઠવાડિયામાં એકાદ બે વાર આ ફેસ પેકનો ઉપયોગ કરી શકો છો. અને તેના ફાયદા મેળવી શકો છો
ચમકદાર ત્વચા મેળવો
બીટરૂટ ફેસ પેક તમારી ત્વચાને ચમકદાર બનાવવામાં મદદરુપ સાબિત થાય છે. આ ફેસ પેકનો ઉપયોગ તમારી ત્વચાની શુષ્કતા દૂર કરવા અને ત્વચાને મુલાયમ બનાવવા માટે પણ કરી શકાય છે. ત્વચા પર તેને લગાવવાથી ડાર્ક સર્કલ પણ ઓછા થઈ શકે છે. ચહેરો પહેલા કરતા ચમકદાર અને સુંદર પણ બની શકે છે
ગ્લોઈંગ સ્કિન માટે એન્ટી એજિંગ ઈફેક્ટ બીટરૂટ ફેસ પેક
બીટરૂટ ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમાં સિલિકા નામનું તત્વ હોય છે, જે ત્વચાને સ્વસ્થ બનાવશે જો ત્વચા સ્વસ્થ હશે, તો સ્વાભાવિક છે કે ત્વચામાં સમય પહેલાં જ ઉંમર ન દેખાઈ શકે
ચહેરા પર લગાવતા પહેલા તમારે આ પેચ ટેસ્ટ કરવાનું ના ભૂલવું જોઈએ.
Disclaimer: આ પ્રકારની ચીજવસ્તુઓ આપ આપના ફિઝિશિયન અથવા તો ડૉક્ટરની સલાહ લઈને જ તેનો ઉપયોગ કરવો.